________________
૩૦સુનકાદિયોગો કેવી રીતે થાય છે! એક સૂર્યને છોડીને ચન્દ્રમાંથી બારમે કોઈ ગ્રહ (અશુભ અથવા શુભ) રહેલો હોય, તો અનફા યોગ થાય છે. અને બીજા ગ્રહ હોય છે તો સુનફા યોગ થાય છે. અને બીજા તેમજ બારમા-બનેં સ્થાન તરફ ગ્રહ હોય છે તો દુધરાયોગ થાય છે. અને ચન્દ્રમાંની બંને તરફ કોઈ ગ્રહ નથી હોતો, તો કેમદ્રુમ યોગ થાય છે.
૩૧ વેશિ શેશિ આદિયોગ એક ચન્દ્રમાને છોડીને સૂર્યથી બારમો કોઈ ગ્રહ હોય તો વોશિયોગ થાય છે. અને સૂર્યથી બીજે કોઇ ગ્રહ હોય, તો વેશિયોગ થાય છે.
અને સૂર્યથી બારમે તથા બીજે-બંને તરફ કોઇ ગ્રહ હોય તો ઉભયચારી નામનો યોગ થાય છે. અને સૂર્યની બંને તરફ કોઈ ગ્રહ ના હોય તો કરી યોગ થાય છે.
જેના જન્મ કાળમાં રેશિયોગ હોય, તે માણસ મંદ-દ્રષ્ટિવાળો, એકવચની, પરાક્રમી, નમ્ર, ઉચા શરીરવાળો, અને અધોદ્રષ્ટિવાળો હોય છે.
વોશિ યોગમાં સૂર્યથી બારમે બૃહસ્પતિ હોય તે માણસ બહુ સંચયવાળો અને સુંદર દ્રષ્ટિવાળો હોય છે. અને શુક્રહોય તો ડરપોક, લઘુચેષ્ટ અને પરાધીન હોય છે. * સૂર્યથી બારમે બુધ હોય તો તે માણસ બીજા સંબંધી તર્ક કરનાર, દરિદ્ર, કોમળ, વિનીત અને નિર્લજ્જ હોય છે.
જેને મંગળ હોય તેની માતા મૃત્યુ પામે અને તે પરોપકારી હોય છે. અને ચન્દ્ર હોય તો પરસ્ત્રીમાં રત રહે અને શનિ હોય, તો વૃદ્ધ શરીરી ધૃણી મનુષ્ય હોય છે.
૩૨ વેશિ યોગ ફળ જેના જન્મ કાળમાં વેશિયોગ હોય તે માણસ ઈષ્ટ વચન બોલનારો, સુંદર યાદ શકિતવાળો, તિર્ધ્વ જોનારો, સ્થૂળ શરીરવાળો, તુચ્છ ગતિવાળો અને સાત્વિક હોય છે.
વેશિયોગમાં સૂર્યથી બીજે બૃહસ્પતિ હોય તો તે મનુષ્ય ધીરજવાળો, સત્ય વાદી, બુદ્ધિશાળી અને રણશુરો હોય છે, અને જો શુક હોય તો તે, પ્રસિદ્ધ ગુણવાન શ્રેષ્ઠ અને શૂરો હોય છે.
જેને બુધથી વેશિયોગ હોય, તે માણસ પ્રિય વચન બોલનારો, સ્વરૂપવાન, સારાં વસ્ત્રો પહેરનારો, અને બીજા પર આજ્ઞા કરનારો હોય છે.
જેને મંગળથી વેશિયોગ હોય તે માણસ યુદ્ધમાં વિખ્યાત અને સદગુણી હોય છે.
જેને વેશિયોગમાં સૂર્યથી બીજે શનિ હોય, તે માણસ વેપાર કરવાની કળામાં પારકું ધન હજમ કરનારો અને પોતાના ગુરૂનો વેષ કરનારો હોય છે.
કનકકૃપા સંગ્રહ
૩૮