________________
જેના જન્મ કાળમાં ગુરૂ-શનિની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ સુખી, નીતિમાન, વિજ્ઞાન વેત્તા મીઠી વાણી બોલનારો, ધુરંધર, પુત્રવાન, ધનવાન અને સ્વરૂપવાન હોય છે. - જેના જન્મ કાળમાં શુક-શનિ મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ વૃદ્ધ સ્ત્રીવાળો પોતાના કુળમાં આગેવાન, ચતુર, સ્ત્રીનો વહાલો, ધનવાન અને રાજાનો આદરપાત્ર હોય
છે.
- ૨૮કેમદ્રુમ યોગ ફળ જે જાતકનો કેમ દ્રુમયોગ હોય તે પુત્ર, સ્ત્રી રહિત દેશાંતરમાં વસનારો, સદા દુ:ખી પોતાની જ્ઞાતિ માટે પ્રમોદ ભાવ ધારણ કરનારો, વાચાળ, ખરાબ ચાલ ચલગતવાળો, નીચ સદા ભય ગ્રસ્ત અને બહુ લાંબા આયુષ્યવાળો હોય છે.
દુધરા યોગમાં જન્મેલો માણસ પોતાના કુળમાં સદા ભોગ ભોગવનારો, ધનવાન અને સુખી હોય છે.
કેમદ્રુમ યોગમાં જન્મેલો માણસ મલિન ચિત્તવાળો દુ:ખી, શુદ્ર, દુત કાર્યકરનારો, દરિદ્ર, રાજાને ત્યાં જન્મે તો પણ આવો હોય છે.
૨૯ કેમદ્રુમ ભંગ એક સૂર્યને છોડીને, બીજા ગૃહો ચન્દ્રમાથી બારમે હોય તો કમશ:, સુનફા અનફા અને દુધરાયોગ થાય છે.
જો ચન્દ્રમાથી બીજે કોઈ ગ્રહ હોય તો સુનફા યોગ અને ચન્દ્રમાથી બારમો કાંઇ ગ્રહ હોય તો અનફા યોગ અને ચન્દ્રમાંથી બીજે અને બારમે બંને તરફ ગ્રહ હોય તો દુધરા નામે યોગ થાય છે.
જો ચન્દ્રમાથી બંને તરફ૩ ગ્રહ હોય તો કેમદ્રુમ યોગ થાય છે.
કેન્દ્રમાં અથવા કેન્દ્ર નવાંશમાં ચન્દ્રમાં હોય અથવા અન્ય ગ્રહ સ્થિત હોય તો કેમદ્રુમ યોગનો ભંગ થાય છે અર્થાત્ તે યોગ અશુભ ફળદાયી નથી નીવડતો.
જેના જન્મ સમયમાં ચન્દ્રમાને સર્વ ગ્રહો દેખતા હોય, તો તેથી તે માણસ દીર્ઘ આયુષ્યવાળો બને છે અને કેમદ્રુમ યોગથી ઉત્પન્ન થયેલ અશુભ ફળનો નાશ કરી તે માણસને ચક્રવર્તી રાજા બનાવે છે.
જેનો પૂર્ણ બળવાન ચન્દ્રમાં શુભ ગ્રહ વડે અથવા શુભ રાશિ વડે યુક્ત હોય, અથવા બુધ, બૃહસ્પતિ શુકથી યુક્ત હોય, તો કેમદ્રુમ યોગમાં તે માણસ પુત્ર, અર્થ આદિનું સુખ ભોગવનારો થાય છે, એવું મુનીન્દ્રોનું કથન છે.
૩૮૬
કનકકૃપા સંગ્રહ