________________
જેને ચન્દ્રમાંથી બારમે બૃહસ્પતિ (ગુરુ) હોય,તે પુરુષ ગંભીર સ્વભાવનો, બુદ્ધિશાળી, રાજાથી યશને પામનારો, અને શ્રેષ્ઠ કવિ હોય છે.
જેના જન્મ સમયમાં ચન્દ્રમાંથી બારમા સ્થાનમાં શુક્ર હોય તે પુરુષ યુવતીઓના સૌભાગ્યવાળો, રાજાની પ્રીતિવાળો ગાયોનો સ્વામી, કાન્તિવાળો અને સુવર્ણની સમૃધ્ધિવાળો હોય છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બારમા સ્થાનમાં શનિ હોય તે પુરુષ સુદીર્ધ હાથવાળો, ભાગ્યશાળી, પોતાના વચનનો પાળનારો, ચોપગા પશુઓની સમૃધ્ધિવાળો, દુષ્ટ સ્ત્રીઓને ભોગવનારો ગુણયુકત અને પુત્રવાન હોય છે.
(૨૭) દુધરાયોગ ફળ
જેના જન્મકાળમાં મંગળ અને બુધની મધ્યમાં ચન્દ્રમાં રહેલો હોય તે માણસ અસત્ય બોલનારો, બહુ ધનવાળો, બહુ ચતુર, શઠ, અધિક ગુણવાળો, લોભી, વૃદ્ધ સ્ત્રીમાં આસક્ત અને પોતાના કુળનાં મુખ્ય હોય છે.
જેના જન્મકાળમાં મંગળ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમાં હોય તે માણસ કર્યો કરવામાં વિખ્યાત, ધૂર્ત, મોટો ધનવાન, અનેક શત્રુઓવાળો, કોધિ, નિર્દય, રક્ષા કરનારો અને સંગ્રાહક વૃત્તિવાળો હોય છે. અને જેના જન્મકાળમાં મંગળ અને શુક્રની મધ્યમાં ચન્દ્રમાં હોય, તે માણસ ઉત્તમ ભાગ્યવાળો, વિષાદગ્રસ્ત, શાસ્ત્રજ્ઞ, વ્યાયામ કરનારો, રણશુરો અને પરાક્રમી હોય છે.
જેના જન્મકાળમાં શનિ અને મંગળની મધ્યમાં ચન્દ્રમાં હોય, તે માણસ ઉત્તમ સુરતવાળો, બહુ સંગ્રહ કરનારો, વ્યસની, ક્રોધી, ચાડીઓ, અનેક શત્રુઓવાળો હોય છે.
જેના જન્મ કાળમાં બુધ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમા રહેલો હોય, તે માણસ ધર્મનિષ્ઠ, શાસ્ત્રજ્ઞ, વાચાળ, સર્વ પ્રકારની વૃદ્ધિ કરનારો સમૃદ્ધ અને ત્યાગપરાયણ હોય
છે.
જેના જન્મ કાળમાં બુધ-શુક્રની મધ્યમાં ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ મીઠું બોલનારો, સારા ભાગ્યવાળો, તેજસ્વી સુકૃતવાન રાજા, સુખી, શૂરવીર અને છેવટે મંત્રી હોય છે.
જેના જન્મકાળમાં બુધ-શનિની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ દેશ દેશાંતરમાં પ્રવાસ કરનારો, ધનવાન, વિદ્યાહીન, સ્વજન વિરોધી અને અન્ય જનોને પૂજ્ય હોય છે. જેના જન્મ કાળમાં ગુરૂ-શુક્રની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ ધીરજવાળો, બુદ્ધિવાળો, સ્થિર સ્વભાવનો, નીતિમાન, સોના અને રત્નો વડે સમૃદ્ધ અને પ્રસિદ્ધ રાજાના કાર્યો કરનારો હોય છે.
કનકકૃપા સંગ્રહ
૩૮૫