________________
શશયોગ જાત તે પુરુષ રાજા થઈને સારી રીતે રાજ્ય કરતો સિત્તેર વર્ષનુ આયુષ્ય ભોગવે છે. એવું મુનીન્દ્રોનું કહેવું છે.
૨૪ મહાપુરૂષ ભંગ યોગ
મંગળ આદિ ગ્રહ ઉચ્ચના થઈને પણ કેન્દ્ર સ્થાનમાં સ્થિર થયેલા હોય તો પણ જો તે, સૂર્ય બીજાની સાથે હોય તો પોતાની દશામાં પૃથ્વીના પતિપદને પ્રાપ્ત નથી થતા. કેવળ ઉત્તમ ફળ જ આપે છે.
૨૫ સુનફા યોગ ફળ
મંગળ આદિ ગ્રહોથી ઉત્પન્ન ફળને સારી રીતે જાણીને પંડિત પુરુષો સુનાદિ યોગોના ફળને કહે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બીજા સ્થાનમાં મંગળ હોય તે પુરુષ વિક્રમી અર્થાત્ મહા પરાક્રમી, ધનવાન, નિન્નુર વચન પ્રયોગ કરનાર,હિંસક અને સદા વિરોધ કરનારો હોય છે.
જેના જન્મ કાળમાં બુધ,ચન્દ્રમાથી બીજે હોય,તે પુરુષ વેદ શાસ્ત્ર ગાનમાં પ્રવિણ, ધર્મમાં પ્રીતિવાળો, પોતાના વિચારો મુજબ વર્તનારો, સર્વનું હિત કરનારો, કાવ્યરચનાંમાં કુશળ અને સ્વરૂપવાન હોય છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બીજે બૃહસ્પતિ (ગુરૂ)હોય, તે પુરુષ અનેક વિદ્યાઓમાં પારંગત, પ્રસિદ્ધ રાજા, રાજ્યશ્રી યુકત શ્રેષ્ઠ કુટુંબ અને ધન સમૃદ્ધિવાળો હોય
છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બીજા સ્થાનમાં શુક્ર હોય, તે પુરુષ સ્ત્રી, ક્ષેત્ર વગેરેવાળો અને ગૃહપતિ બને છે.વળી તે ચાર પગવાળાં પશુઓનો પાલક, મહા પરાક્રમી, રાજાનો સત્કાર પામનારો ઉત્તમ વેષવાળો અને ચતુર હોય છે.
જેના જન્મકાળમાં ચન્દ્રમાથી બીજે શનિ હોય, તે પુરુષ નિપુણ બુદ્ધિવાળો, ગામ નગરોમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારો ધનવાન ગુપ્તપણે કાર્ય કરનારો અને મલિત હોય છે. (૨૬) અનફા યોગ ફળ
જેના જન્મમાં ચન્દ્રમાંથી બારમાં સ્થાનમાં મંગળ હોય, તે વ્યકિત ચોર માણસોનો સ્વામી ધૃષ્ટ, પોતાના વશમાં રહેનારો, રણશૂરો, ઈષ્યાળું, ક્રોધથી સંપત્તિ પ્રાપ્ત કરનારો અને સારા શરીરવાળો હોય છે.
ચન્દ્રમાંથી જેને બારમે બુધ હોય, તે માણસ ગાંધર્વ વિદ્યાનો જાણકાર, લેખન કળામાં કુશળ, કવિતા રચનારો, ઉત્તમ વકતા રાજાનો સત્કાર પામનારો, ઉત્તમ ભાગ્યવાળો, કર્મનિષ્ઠ અને વિશિષ્ટ બુદ્ધિવાળો હોય છે.
૩૮૪
કનકકૃપા સંગ્રહ