________________
પોતાના વૈભવનો અર્થીજનોને લાભ આપનારો હોય છે.
વળી તે પુરૂષની ભારોભાર રત્નો વડે તુલાવિધિ થાય છે, તે કાન્યકુબ્જ દેશનો સ્વામી હોય છે. તેમજ સ્રી પુત્રોના પરિવારવાળો તે એંસી વર્ષનું આયુષ્ય ભોગવે છે. ૨૧ હંસ યોગ ફળ
હંસ યોગમાં જન્મેલો માણસ લાલ રંગના મોંવાળો, તીખા નાકવાળો, સુંદર પગવાળો, પ્રસન્ન ચિત્તવાળો મોટા કપોલ (ગાલ) વાળો, લાલ નખવાળો હંસ જેવી વાણીવાળો, શંખ કમળ, અંકુશ, મત્સ્ય યુગલ, ખટવાંગ (શસ્ત્ર વિશેષ) માળા, ઘડા વગેરે ચિન્હોથી અલકૃત હાથ પગવાળો, મધવર્ણા નેત્રોવોળો અને ઉત્તમ મસ્તકવાળો હોય છે.
વળી તે પુરુષ જળાશયનો પ્રેમી અતિ કામી, સ્રીઓથી તૃપ્ત નહિ થનારો, છયાસી આંગળ ઊંચા શરીરવાળો અને સાઈઠ વર્ષના આયુષ્યવાળો હોય છે.
તે પુરુષ બાળપણથી, શૂરસેન ગન્ધર્વ, અને ગંગા-યમુનાના દેશોને ભોગવનારો અને વન પ્રદેશના અંતભાગમાં મૃત્યુ પામનારો હોય છે, એવું પ્રાચીન મુનીશ્વરોનું કથન છે.
૨૨ માલવ્ય યોગ ફળ
માલવ્ય યોધમાં જન્મેલો માણસ પાતળા હોઠવાળો, દુર્બળ શરીરવાળો, સપ્રમાણ દેહવાળો, પાતળી કમરવાળો, ચન્દ્રમા જેવી રૂચિવાળો, સારા હાથ, નાક અને કપોલવાળે, પ્રકાશવાન નેત્ર, બરાબર સફેદ દાંત, તથા ઢીંચણથી નીચા બાહુવાળો તથા સિત્તેર વર્ષ રાજ્ય સુખને ભોગવનારો હોય છે.
વળી તે પુરુષનું મો તેર આંગળનું અને તેના વચ્ચેથી દશ આંગળની પહોળાઈના હોય છે.
તે માલવ્ય સંશક પુરુષ લાટ, માળવા, સિંધુ અને પારિયાત્ર દેશોનું સ્વામિત્વ ભોગવતો સિત્તેર વર્ષ જીવે છે.
૨૩ શશક યોગ ફળ
શશકયોગમાં જન્મેલો માણસ નાના દાંત અને મોવાળો ક્રોધી, અત્યંત કપટી, પરાક્રમી, વિદેશોમાં પ્રચાર કરનારો વન-પર્વત-કિલ્લા-નદીમાં આસક્તિવાળો અતિથિઓનો પ્યારો બહુ નાનો નહિ. પણ ખ્યાતિવાળો હોય છે.
વળી તે પુરુષ અનેક સેનાઓ એકત્ર કરવામાં તત્પર છિદ્રવાળા કેટલાક દાંતવાળો, ધાતુઓની પરીક્ષામાં કુશળ, ચંચળ સ્વભાવ અને ચપળ નેત્રવાળો, સ્ત્રીમાં આસક્ત, પારકા ધનને હડપી લેનારો, માતાને ભક્ત, ઉત્તમ જાંઘ અને પાતળી કમરવાળો, સારી બુદ્ધિવાળો અને પારકાં છિદ્રો જોનારો હોય છે.
કનકકૃપા સંગ્રહ
૩૮૩