________________
યોગ થાય છે.
અર્થાત્ મંગળ મેષ યા વૃશ્ચિક યા મકરનો થઈને કેન્દ્રમાં પડે, તો રૂચક નામનો યોગ
થાય છે.
અને જે બુધ કન્યા મિથુનનો થઈને કેન્દ્રમાં હોય, તો ભદ્રયોગ થાય છે. આ પ્રકારે ગુરુ-ધનુ, મીન કર્કનો હોય તો હંસયોગ થાય છે.
શુક્ર-વૃષ, તુલા મીનનો કેન્દ્રમાં હોય તો માલવ્ય યોગ અને શનિન-મકર, કુંભ તુલાનો થઈને કેન્દ્રમાં હોય, તો શશક નામ યોગ થાય છે. ૧૯ રૂચક યોગ-ફળ
રૂચક યોગમાં જન્મેલો માણસ દીર્ઘ આયુષ્ય વાળો, નિર્મળ કાન્તિવાળો, દેહમાં અધિક લોહીવાળો અને બળવાળો, સાહસિક, અનેક સિદ્ધિઓનો સ્વામી, દેખાવડી ભ્રમર અને નીલવર્ણા કેશવાળો સરખી લંબાઈ હાથ પગવાળો મંત્રવિદ્ લાલ શ્યામલ સ્વરૂપવાળો, મહા પરાક્રમી, શત્રુઓના બળને પરાસ્ત કરનારો, શંખ જેવી ગરદનવાળો, મહાન યશસ્વી, ક્રુર, મનુષ્યોને ચાહનારો બ્રાહ્મણ અને ગુરુ પાસે નમ્ર રહેનારો તથા પાતળા બાહુદંડ અને જાંઘવાળો હોય છે.
વળી તેના હાથ-પગમાં પાશ, વૃષ,ધનુષ્ય, ચક્ર, વીણા એ ચિહનો હોય છે. તે સીધી આંગળીઓવાળો તથા સલાહ આપવામાં નિપુણ હોય છે. હજારો મનુષ્યોમાં તેનું નામ ગાજતું હોય છે. તેનું શરીર મધ્યમ પ્રમાણનું, મુખ પહોળુ હોય છે અને સહ્ય, વિંધ્ય, ઉજ્જયિની પ્રમુખ દેશોનો સ્વામી હોય છે. તેનું આયુષ્ય સીત્તેર વર્ષનું હોય છે. અને શસ્ત્ર અગ્નિના ચિન્હવાળો તે કોઈ દેવતાના પવિત્ર સ્થાનમાં સ્વર્ગવાસી થાય છે.
૨૦ ભદ્રયોગ ફળ
ભદ્રયોગમાં જન્મેલો માણસ સિંહ જેવી પ્રતિભાવાળો હાથી જેવી ચાલવાળો, ઉન્નત વક્ષ સ્થળવાળો, ઉચી ગરદનવાળો, એક સરખા બાહુ યુગલવાળો, કામી, સુકોમળ રોમરાજી હાથપગવાળો, સત્ત્વ પ્રધાન અને યોગ વિદ્યાનો જાણકાર હોય છે.
વળી તે શંખ, તલવાર, હાથી ગદા પુષ્પ, બાણ, પતાકા, કમળ એ ચિન્હોય અંકિત હાથપગવાળો, મદઝરતા હાથીની જેમ પૃથ્વી પર ચાલનારો કુમકુમવર્ણી સુગંધી કાયાવાળો, મધુર અવાજવાળો હોય છે.
વળી તે ઉત્તમ મુખાકૃતિવાળો, અતિ બુદ્ધિમાન, શાસ્ત્રવેતા, માન-ભોગવાળો ગુહ્ય ગૃહ્યસ્થાનવાળો, સારી કુક્ષિવાળો, ધર્મનિષ્ઠાવાળો, ભવ્ય લલાટવાળો, ધીરજવાળો, અને સારા શ્યામ વાળવાળો હોય છે.
તે પુરૂષ સર્વ કાર્યોમાં સ્વતંત્ર, પોતાના માણસો પર દયા કરનારો, ઐશ્વર્યવાન અને
૩૮૨
કનકકૃપા સંગ્રહ