________________
तैतिले करणे जातः, सौभाग्य धन संपुतः
स्नेहो सर्व जनैः सार्द्ध, विचित्राणि गृहाणि च ॥४॥ અર્થ :- તૈતિલ કરણમાં જન્મેલો માણસ ધન અને સૌભાગ્યવાન, સર્વ જનોની સ્નેહી અને સુંદર ઘરવાળો હોય છે.
गराख्ये कृषिकर्मा च, गृहकाय परायणः
यद्वस्तु वाञ्छितं तच्च, लभ्यते च महोद्यमैः ॥५॥ અર્થ:- ગરકરણમાં જન્મેલો માણસ ખેતી કરનારો ઘર કામમાં હોશિયાર અને જે વસ્તુ વાંચ્છે તે મહા પ્રયત્ન વડે, પણ મેળવી લેનારો હોય છે.
वाणिज्ये करणे जातो, वाणिज्ये नव जीवति
वाढ्छिंत लभते लोके, देशान्तर गमागमैः ॥६॥ અર્થ:- વાણિજ્ય કરણમાં જન્મેલો માણસ વેપાર કરીને આજીવિકા ચલાવનારો અને પરદેશમાં આવાગમન કરીને વાંચ્છિત પ્રાપ્ત કરનારો હોય છે.
अशुभारम्भशोल श्व, परदाररतः सदा,
कुशलो विष कार्येषु विष्टयाख्य करणेन च ॥७॥ અર્થ - વિષ્ટિ કરણમાં જન્મેલો માણસ અશુભ કાર્યો કરનારો, પર સ્ત્રીમાં આસક્ત રહેનારો અને વિષ કાર્યમાં પ્રવિણ હોય છે.
शकुनो करणे जातः पौष्ठिकादि क्रियाकृतिः
औषधादिषु दक्षश्व भिषग्वृत्ति श्व जायते ॥८॥ અર્થ :- શકુનિ કરણમાં જન્મેલો માણસ, પૌષ્ટિક આદિ ક્રિયાઓ કરનારો, ઓષધિઓ આદિના જ્ઞાનમાં નિપુણ અને વૈદક વડેનિર્વાહ ચલાવનારો હોય છે.
करणं च चतुष्पादे, देवद्विजरतः सदा
गोकर्मा गोप्रभु लेकि, चतुष्पद चिकित्सकः ॥९॥ અર્થ :- ચતુષ્પાદ કરણમાં જન્મેલો માણસ દેવ અને બ્રાહ્મણોમાં પ્રીતિવાળો, ગાયોને ઉછેરનારો, ગાયોનો માલીક અને ચાર પગવાળા પશુઓની દવા કરનારો હોય છે.
नागे च करणं जातो, धीनर प्रितिकारकः
कुरुते दारुण कर्म दुर्भगो लोल लोचनः ॥१०॥ અર્થ:- નાગ કરણમાં જન્મેલો માણસ માછીમારો સાથે પ્રીતિ કરનારો ભયાનક
કનકકુપા ચરણ
૩૭૪