________________
કર્મ કરનારો ભાગ્યહીન અને ચંચળ નેત્રવાળો હોય છે.
किंस्तुघ्न करणे जात, शुभ मरतो नरः
तृष्टि पुष्टिव माङ्गल्यं, सिद्ध च लभते सदा ॥११॥ અર્થ:- કિસ્જન કરણમાં જન્મેલો માણસ શુભ કાર્યોમાં રત રહેનારો અને તુષ્ટિ, પુષ્ટિ કલ્યાણ તેમજ સિદ્ધિને પ્રાપ્ત કરનારો હોય છે.
૧૧ ગણ-જ્ઞાન ઈશ્વનો મુળ વત્યો, દસ્ત: પુષ્ય: પુનર્વસુઃ
अनुराधाश्रुति: स्वाती, कथ्यते देवतागण: ॥१॥ અર્થ :- અશ્વિની, મૃગશિર્ષ, રેવતી, હસ્ત, પુષ્ય પુનર્વસુ, અનુરાધા, શ્રવણ અને સ્વાતી એ નક્ષત્રો દેવતા ગણ કહેવાય છે. (આ નક્ષત્રમાં જન્મેલો માણસ દેવતાગણમાં જન્મેલો કહેવાય છે)
तिस्त्र: पूर्वा श्वोत्तराश्व, तिस्रोऽप्याा च रोहिणो
भरणी च मनुष्याख्यो, गणश्वकथितो बुधैः ॥२॥ અર્થ :- પૂર્વા ફાલ્ગની પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા ઉત્તરા ફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, આદ્ર, રોહીણી અને ભરણી નક્ષત્રને મનુષ્યગણ જાણવો.
कृतिका च मघा ऽऽ2लेषा,विशाखा शततारका
જિત્રા, ચેક, ઘનિષ્ટ ૨, મૂત્રે ક્ષો : મૃત: રા. અર્થ :- કૃત્તિકા, મઘા, શ્લેષા, વિશાખા, શતભિષા, ચિત્રા, જયેષ્ઠા, ધનિષ્ઠા અને મૂલ એ નક્ષત્રનો રાક્ષસગણ જાણવો.
૧૨ ગગફળ सुन्दरो दान शील श्व, मतिमानग़ सरल: सदा
अल्पभोजो महाप्रज्ञो, नरो देवगणे भवेता ॥४॥ અર્થ:- દેવતા ગણમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, દાની, શીલવાન, ગતિમાન, સરળ સ્વભાવનો, અલ્પ ભોજન કરનારો અને મહાબુદ્ધિમાન હોય છે.
मानी धनी विशालाक्षो, लक्षवेधो धनुर्धरः ।
गोर: पौरजन ग्राही, जायते मानवे गणे ॥२॥ અર્થ :- મનુષ્યગણમાં જન્મેલો માણસ સ્વમાની, ધનવાન, મોટી આંખોવાળો, પોતાના લક્ષ્યને સાધનાર, ધનુષ્યધારી, ગોરા વર્ણવાળો અને નગરજનોને માન્ય હોય છે. કનકકુપા સંગ્રહ
૩૭૫