________________
કાર્ય કરવામાં ઉત્સાહી, તથા દયાળું હોય છે.
बहु मित्र प्रधानश्च, कविर्दान्तो विचक्षणः ।
ज्येष्ठाजातो धर्मरतो, जायते शुद्रपूजितः ॥१८॥ અર્થ:- જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિત્રો વાળો પ્રધાન, કવિ, તપસ્યા કરનારો, ચતુર, ધર્મનિષ્ટ તથા શુદ્રો વડે પુજનારો હોય છે,
सुखेन युक्तो धनवाहनाढयो, हिंस्रो बलाढयः स्थिर कर्म कर्ता।
प्रतापि तारातिजनो मनुष्यो, मूले कृती स्याज्जननं प्रपन्नः ॥१९॥
અર્થ :- મૂળ નક્ષત્રમાં જન્મેલો માણસ ધન અને વાહનવાળો, હિંસક બળવાન, . - સ્થિર વિચારનો શત્રુનાશક અને દેખાવડો હોય છે.
છ માત્રોપારી , માયવશ નનપ્રિયઃ |
पूर्वाषाढा भवो नुनं, सकलार्थ विचक्षणः ॥२०॥ અર્થ:- પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ, ઉપકારક દ્રષ્ટિવાળો, ભાગ્યવાન જનપ્રિય અને સર્વ પદાર્થોના મર્મની જ્ઞાતો હોય છે.
बहु मित्रो महाकायो जायते विनयो सुखी ।
उतराषाढ संभूतः, शुरश्च विजयी भवेत् ॥२१॥ અર્થ - ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિત્રોવાળો, મોટા શરીરવાળો, વિનયવાન સુખી પરાક્રમી અને વિજ્યવંત બનનારો હોય છે.
• अति सुललित कान्ति: सम्मत: सज्जनानां । ननु भवति विनोत श्चारुकोति: सुरुपः । द्विजधर सुरभक्ति व्यक्त वाङ् मानवः स्याद् ।
अभिजिती यदि सुतिर्भूपति: स स्ववंशे ॥२२॥ અર્થ :- અભિજિત નક્ષત્રમાં જન્મેલો માણસ ઉત્તમ કાન્તિવાળો, સજ્જનોનો સંગ કરનારો, ઉત્તમ કીર્તિવાળો, સ્વરૂપવાન, દેવતા અને બ્રાહ્મણોની ભકિત કરનારો, યથાર્થ બોલનારો અને પોતાનાં કુળમાં પ્રધાન હોય છે.
कृतज्ञः सुभगो दाता, गुणैः सवेश्च संयुतः ।
श्रीमान् बहुल सन्तान:, श्रवणो जायते नरः॥२३॥ અર્થ - શ્રવણ નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતજ્ઞ, ભાગ્યવાન, દાની, ગુણવાન, ધનવાન અને બહુ સંતાનવાળો હોય છે. કનકકુપા સંગ્રહ