________________
गीत प्रियो बन्धु मान्यो, हेमरत्नरलकृतः ।
जातो नरो धनिष्ठायां, शतैकस्य पतीर्भवेत् ॥२४॥ અર્થ. - ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ ગાન વિદ્યાથી પ્રીતિ કરનારો ભાઈઓથી માન પામનારો, સોના અને ઝવેરાતના અલંકારો ધારણ કરનારો તથા એક સો માણસનો સ્વામી હોય છે.
कृपणो धनपूर्णः, स्यात् परदारोपसेवकः ।
जात: शतभिषायां च विदेशे कामुको भवेत् ॥२५॥ . અર્થ:- શતભિષા નક્ષત્રમાં જન્મેલો માણસ કૃપણ, ધનવાન, પર સ્ત્રી સેવી તથા વિદેશમાં કામી થનારો હોય છે.
वक्ता सुखो प्रजा युक्तो, बहु निद्री निरर्थकः ।
પૂર્વાભાદ્રપલીયા નાતો મવતિ માનવ: Jરદા અર્થ - પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલો માણસ વકતૃત્વ શકિતવાળો, સુખી પરિવારવાળો બહુ ઊંઘનારો તથા જીવનને વેડફી નાખનારો હોય છે.
गौर: ससत्त्वो धर्मज्ञः, शत्रुधातो परामरः ।
उत्तरा भाद्रपद जो नरः, साहसिको भवेत् ॥२७॥ અર્થ :- ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રમાં જન્મેલો માણસ ગોરા રંગવાળો, સાત્વિક ગુણવાળો, ધર્મના મર્મને જાણનારો, શત્રુઓનો નાશ કરવાનો અને દેવતાઓ સમાન પરાક્રમી હોય છે.
संपूर्णाङ्गः शुचिर्दक्षः, साधु शूरो विचक्षणः ।
रेवती संभवो लोके, धन धान्यैरलंकृतः ॥२८॥ અર્થ - રેવતી નક્ષત્રમાં જન્મેલો માણસ સંપૂર્ણ અંગો વાળો, પવિત્ર, ચતુર, સાધુ-જીવનવાળો, શુરવીર અને ધન ધાન્ય સંપન્ન હોય છે.
૮ યોગ જાત ફળ विष्कुमभजातो मनुजो, रुपवान् भाग्यवान् भवेत् ।
नानालंकार संपूर्णो, महाबुद्धि विशारदः ॥१॥ અર્થ:-વિખુંભ યોગમાં જન્મેલો માણસ રૂપવાન, ભાગ્યવાન, વિવિધ પ્રકારના અલંકારોથી પૂર્ણ મહા બુદ્ધિશાળી અને ચતુર હોય છે.
૩૬૮
કનકથા સંગ્રહ