________________
स्थिरजः स्थिरगी: क्रूरो दुःखचितः पराक्रमी । અંધોનું ન વત: શો, વૃદ્ધ નારીરત: સવા III
અર્થ :- શનિવારે જન્મેલો માણસ, રુક્ષ અચળ વકતા કુર દુ:ખ વાસિત ચિત્તવાળો પરાક્રમી, નીચ દ્રષ્ટિવાળો, સુસ્થિર, બહુ વાળવાળો અને વૃદ્ધ સ્ત્રીમાં આસકત રહેનારો હોય છે.
૬ દિવસ અને રાતના જન્મનું ફળ
सद्धर्मयुक्ता, बहुपुत्र भोगी, प्रियान्वितः काम निपीडिताङ्गः । वस्त्रानु युक्तो मतिमान् सुरुपो भवेन्मनुष्य श्च दिवाप्रसूतः ॥१॥ અર્થ :- દિવસના સમયે જન્મનારો માણસ શ્રેષ્ઠ ધર્મવાન બહુ પુત્રવાન, ભોગી, કામથી પીડિત અંગવાળો,ઉત્તમ વસ્ત્ર પહેરનારો બુદ્ધિમાન તથા દેખાવડો હોય છે. मन्दवाग् बहु कामार्तः, क्षयरोगी मलीमसः । ાત્મા છિન્ન પાપશ્ચ, નિશિનાતો મનેન્નર: રા
અર્થ :- રાત્રિના સમયે જન્મનારો ઓછા બોલો, કામી ક્ષયગ્રસ્ત, મલિન ચિતવાળો, કુર, ગુપ્ત પણે પાપ કરનારો હોય છે.
૭ જન્મ નક્ષત્ર ફળ
सरुप सुभगो दक्षः, स्थूलकाया महाधनी । अश्विनी संभवो लोके, जायते जनवल्लभ ||१|| ॥ß॥ અર્થ.-અશ્વિની નક્ષત્રમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, સૌભાગ્યવાન, ચતુર સ્થૂલ દેહવાળો, મહાન ધનવાન અને જનપ્રિય હોય છે.
अरोगी सत्यवादी, सत्प्राणश्च दृढव्रतः । भरण्यां जायते लोकः सुमुखी धनवानपि ॥२॥
અર્થ.-ભરણી નક્ષત્રમાં જન્મેલો માણસ નિરોગી સાચું બોલનારો, અધિક પરાકમી દઢપણે વ્રત પાળનાર, મનોહર મુખાકૃતિવાળો અને ધનવાન હોય છે.
૩૬૪
कृपणः पापकर्मा च, क्षुधालु निर्त्यपीडितः । अकर्म कुरुते नित्यं, कृत्तिका संभवो नरः ॥ ३ ॥
અર્થ :- કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલો માણસ, કૃપણ, પાપી ભૂખાવળો, સદા પીડિત અને નહિ કરવા જેવા કાર્યો કરનારો હોય છે.
કનકકૃપા સંગ્રહ