________________
૫ જન્મ વાર ફળ
धित्ताधिको ड तिचतुरस्तेजस्वी समरप्रियः । दाता दाने महोत्साही, सूर्यवारे भवेन्नरः ॥ १ ॥
અર્થ :- રવિવારના દિવસે જન્મનારો માણસ અધિકપિત્ત પ્રકૃતિવાળો, અતિ ચતુર તેજસ્વી, યુદ્ધપ્રેમી, દાતા અને દાનમાં ખૂબ ઉત્સાહી હોય છે.
मतिमान् प्रियवाक्, शान्तो नरेन्द्राश्रय जीविकः । समदुःखसुखः श्रीमान्, सोमवारे भवेत् पुमान् ॥ २ ॥
અર્થ.ઃ- સોમવારના દિવસે જન્મનારો માણસ બુદ્ધિમાન, મધુર વાણી બોલનારો, શાન્ત સ્વભાવવાળો રાજાને આશ્રયે જીવનારો, સુખ દુઃખને સમભાવે સહન કરનારો અને ધનવાન હોય છે.
वक्र बुद्धिर्जराजीवी, रणोत्साही महाबली । सेनानी स्तत्रपालो वा, धरापुत्र दिनोद् भवः ॥ ३ ॥
અર્થ :- મંગળવારના દિવસે જન્મનારો માણસ વક્ર બુદ્ધિવાળો, ઘડપણ સુધી જીવનારો, રણભૂમિનો ઉત્સાહી, બળવાન, સેનાધીશ અને કુટુંબ પાલક હોય છે. लिपिलेखन जीवी स्यात्, प्रिय वाक्पंडितः सुधीः । રુપ સંપત્તિ સંયુો, બુધવાસ સંમવ: ||૪||
અર્થ :.:- બુધવારના દિવસે જન્મનારો માણસ કલમ જીવી, મિષ્ટભાષી, વિદ્વાન, સુબુદ્ધિમાન અને રૂપ-સંપત્તિવાન હોય છે.
धनविद्या गुणोपेतो, विवेकी जनपूजकः ।
आचार्य सचिवा वा स्याद्गुरुवासर संभवः ॥५॥
અર્થ :- ગુરૂવારના દિવસે જન્મનારો માણસ ધન,વિદ્યા અને ગુણાલંકૃત હોય છે. તથા સારાસાર વિવેકનો જ્ઞાતા અને બહુ જનમાન્ય તેમજ મુખ્ય આચાર્ય યા મંત્રીપદને શોભાવનારો હોય છે.
પતવિત: સુદ્વેષી, ધનદ્રીડારત: સવા | बुद्धिमान सुभगो बाग्मी, भृगुवारे भवेन्नरः ॥६॥
અર્થ :- શુક્રવારે જન્મેલો માણસ, ચંચળ ચિત્તવાળો દેવતાઓનો દ્વેષી, ધનના જ, વિચારમાં રત રહેનારો, સૌભાગ્યવાન અને વાક્પટુ હોય છે.
કનકકૃપા સંગ્રહ
૩૬૩