________________
परद्वेषरतो नित्य, तृतीयायां भवेन्नरः ॥३।। - અર્થ. - ત્રીજના દિવસે જન્મનારો માણસ બુદ્ધિહીન, વિકલ નિર્ધન અને પરનો વેષ કરનારી હોય છે.
महाभोगी च दाता च, मित्रस्नेही विचक्षणः ।
धन सन्तान युक्तश्च, चतुर्थ्यां यदि जायते ॥४॥ અર્થ.-ચોથના દિવસે જન્મનારો માણસ મહા ભોગી, દાની, મિત્રસ્નેહી, ચતુર અને ધન સંતાન યુકત હોય છે. '
व्यवहारी, गुणग्राही, पितृ मात्रो श्च रक्षकः।
दाता, भोक्ता तनुप्रीतः, पचमी संभवो नरः॥५॥ અર્થ:- પાંચમના દિવસે જન્મનારો માણસ વ્યવહાર કુશળ, ગુણગ્રાહી, પિતામાતાનો રક્ષક, દાની, ભોગી અને પોતાના શરીરનો સાચવનારો હોય છે.
નાના રેશમિયાની વ, સવા સંદર:
नित्यं जठरपोषी च, षष्टयां जातो भवेन्नरः॥६॥ અર્થ:- છઠ્ઠના દિવસે જન્મનારો માણસ અનેક દેશોમાં પર્યટન કરનારો, ઝઘડાખોર અને પેટભરૂ હોય છે.
अल्पतोषी च तेजस्वी, सौभाग्यगुण संयुतः।
पुत्रवान् धनसंपन्नः, सप्तभ्यां जायते नरः॥७॥ . અર્થ:- સાતમના દિવસે જન્મનારો માણસ થોડામાં સંતોષ માનનારો, તેજસ્વી, સૌભાગ્યશાળી, ગુણવાન, પૂત્રવાન અને ધનવાન હોય છે.
धर्मिष्ठ:सत्यवादी च, दाता भोक्ता च वत्सलः।
गुणज्ञः सर्व कार्यज्ञो, ह्यष्टमी सभवो नरः॥८॥ અર્થ.:- આઠમના દિવસે જન્મનારો માણસ ધર્મવાન, સત્યવાદી, દાની, ભોગી, દયાળુ, ગુણજ્ઞાતા અને સર્વ કાર્યમાં નિપુણ હોય છે.
देवताराघकः पुत्रो, धन स्त्रीसक्त मानसः।
शास्त्राभ्यासरतो नित्यं, नवम्यां जायते यदि ॥९॥ અર્થ:- નોમનાં દિવસે જન્મનારો માણસ દેવતાઓનો આરાધક, પુત્રવાન, ધના અને સ્ત્રીમાં આસકત અને શાસ્ત્રોના અભ્યાસમાં સદા રત રહેનારો હોય છે.
૩૬૦
કનકકૃપા સંગ્રહ