________________
દશમે શુભગ્રહ ઉચ્ચકક્ષાનું દાન, વિશ્વાસુ નોકર, સફળતા, તેના શબ્દનું સર્વત્ર માન, શુભ ચિંતકોની પ્રગતિ, ધંધામાં સર્વાગી સફળતા આપે.
અગીયારમે પાપગ્રહ સંતાન મોટા ભાઈને ગોઠણમાં, કાનમાં પીડા અને અગીયારમે પાપગ્રહ હોય તેનાથી ધાતુમાં હાનિ થાય.
અગીયારમેં શુભગ્રહ ધાતુમાં લાભ, ચિંતામાંથી મુકિત, આર્થિક લાભ થાય. *
બારમે પાપગ્રહ હોતાં અનેક રીતે ખોટા માર્ગે ધનવ્યય, પાપકાર્ય, મુસાફરી, ડાબી આંખે નુકસાન થાય.
બારમે શુભગ્રહ શુભ કાર્યમાં ખર્ચ કરાવે અને રોગ-મુકિત બતાવે છે. માનસાગરી પદ્ધતિ: નામે ગ્રન્થમાંથી ઉદ્ભૂત
(૧) પક્ષફળ निण्ठुरो दुर्मुखश्चेव, स्त्रीद्वेषी मतिहीनकः ।
परप्रेष्यो जर्नै युक्त:कृष्णपक्षे प्रजायते ॥१॥ અર્થ :- કૃષ્ણ પક્ષ (અંધારીઆ) માં જન્મનારો માણસ દયાહીન, કદરૂપો, સ્ત્રીનો દેષ કરનારો, હીન બુદ્ધિવાળો અને પારકા માણસોની બુદ્ધિથી દોરવાઈ જનારો હોય છે.
पूर्ण चन्द्रनिभ श्रीमान, सोद्यमो बहु शास्त्रवित् ।
कुशलो ज्ञान संपन्नःशुक्लपक्षे भवेन्नरः ॥२॥ અર્થ:- શુકલ પક્ષ (અજવાળીઆ)માં જન્મનારો માણસ પૂનમના ચન્દ્રમાં જેવો શોભતો, ધનવાન, ઉધમી, અનેક શાસ્ત્રોનો જ્ઞાતા અને કુશળ હોય છે.
(૨) તિથિફળ कूररड्गो धनहा॑नः, कुल सन्ताप कारकः ।
व्यसना सक्त चित्त श्च प्रतिपत्तिथि जो नरः ॥१॥ અર્થ :- પ્રતિપદાના દિવસે જન્મનારો માણસ, દુષ્ટોની સોબત કરનારો, ધનહીન, કુળને પીડા કરનારો તથા વ્યસનગ્રસ્ત હોય છે.
पर दाररतो नित्यं, सत्य शौचविवर्जितः ।
तस्कर: स्नेहहीन श्च, द्वितीया संभवो नरः ॥२॥ બીજના દિવસે જન્મનારો માણસ સદા પર નારીમાં રત, સત્ય અને પવિત્રતાનો પ્રતિપક્ષી, ચોર અને સ્નેહહીન હોય છે.
રાતનો તિપિત્તો, નિદ્રવ્ય પુરુષ: સવા | કનકકુપા સંગ્રહ
૩પ૯