________________
ત્રીજા ભાવમાં શુભગ્રહ હોતાં બધાને મદદરૂપ, શકિત, પરાક્રમ, ભાઈઓની ચડતી, સારુ આરોગ્ય રહે છે.
અહીં અશુભ ગ્રહ હોતાં મદદમાં અટકાયત, ભાઈઓથી ખરાબ, છાતી, ગળુ, કાનના રોગ તથા અશુભ વિચારો આવે છે.
ચોથા ભાવે અશુભ ગ્રહ હોય તો માતા માટે અશુભ, મામા, ઘર વાહન ચોપગાં પ્રાણી અને ખુરશીને નુકસાન, હૃદયરોગનો ભય રહે છે.
ચોથે શુભ ગ્રહ હોતાં વાહન સુખ, ઘરમાં સુધારો-વધારે, ગાય-ભેંસનું સુખ મળે છે.
પાપગ્રહો પાંચમે હોય તો બાળકોને માંદગી કે તેમની પ્રગતિમાં અવરોધ, પાંચમે અસ્ત યા નીચ ગ્રહ હોય તો બાળકનું મૃત્યુ-નહિ તો માત્ર માંદગી ગયા જન્મનાં શુભકર્મોની અસર નષ્ટ થવી વગેરે.
પાંચમે શુભ ગ્રહ હોય તો પુત્રજન્મ, બાળકનું સારું આરોગ્ય, યોગ્ય નિપુણતા ને માનસિક આંનદ સુચવે છે
પાપગ્રહો ૬ઠે હોય તો શરીર છઠ્ઠા ભાવની જે રાશિ હોય તો તેથી સુચવાતા અંગોમાં માંદગી, શત્રુભય, ચોરભય પીડા, ધંધામાં મુશ્કેલીઓ વગેરે આવે છે.
શુભગ્રહો ૬ઠે હોય તો રોગમાંથી મુકિત શત્રુ ઉપર વિજય, જે માંદગી ચાલતી હોય તેથી મુકિત મળે છે. - પાપગ્રહો ૭મે હોય તો અસ્તાદિનો વિચાર કરી માંદગી, પત્નીનો ટુંકો વિયોગ અને મુત્રવિકાર થાય છે.
શુભગ્રહો ૭મે હોય તો લગ્નાદિ શુભ પ્રસંગ, ગતસ્થાનની પ્રાપ્તિ, પત્નીનો સાથ અને દૂરના સ્થળથી સગાંઓનું આવવું થાય છે.
આઠમે પાપગ્રહ હોય તો ધંધામાં અવરોધ, નોકરને માંદગી, ગુપ્ત ભાગનાં દર્દો, ચોરીનો ભય હાનિ, સરકાર તરફથી પૂછપરછ, અરુચિ, મૃત્યુનો ભય લાવે છે.
આઠમેં શુભગ્રહ માંદગીમાંથી છુટકારો કરી આયુષ્ય દર્શાવે છે.
નવમે પાપગ્રહ પિતાને કષ્ટ, સમૃદ્ધિનો ક્ષય, ધર્મમાં અશ્રદ્ધા, દૈવી સહાયમાં આડખીલી, પોતાના વંશ માટે ભય લાવે છે.
નવમે શુભગ્રહ ઈશ્વરની કૃપા, સંતોષ, ધાર્મિક ભોગ, શુભફળ, બીજા પ્રત્યે લાગણી દર્શાવે છે. સંતાનસુખ, પ્રગતિ અને સગા માટે શુભ છે.
દશમે પાપગ્રહ આબરૂમાં ક્ષય કાર્યમાં અવરોધ, બધા પ્લાન નિષ્ફળ જવા હાની, અશુભ ફળ જતક તથા તેના શુભચિંતકને પણ ગોઠણના રોગ અને મુસાફરી કરાવે છે.
૩૫૮
કનકકૃપા સંગ્રહ