________________
દશમા ભાવમાં મંદિર, લોકસભા, નોકર, બધી જાતના વેપાર, એના હુકમમાં રહેલ આવેગ ને બળ, કીર્તિ, યશ, પિતા, રહેણીકરણી, વ્યાપારનો પ્રકાર અને પરદેશની મુસાફરી કહેલ છે (સામાન્ય રીતે નવમાં ભાવ પરથી આજકાલ વિદેશગમન વગેરે જોવાનો ચાલ છે અને તે રીતે જોતાં ખરું પણ પડે છે. પહેલાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું પણ પરદેશ ખેડવાનું ગણાતું, સાતમા ઉપરથી પણ યાત્રા દર્શાવી છે. તેમ સાતમો અને દશમો (ઉપરાંત બારમો) કોર્ટ કચેરીનો જયવિજય સાથે સંકળાયેલા છે.
એકાદશ ભાવમાં બધી જાતના લાભ, મોટાભાઇ, બહેન, સંતાન જે જન્મી ચુકયાં હોય, આર્થિક લાભ, ડાબો કાન, કુટુંબ સુખ અને શ્રવણશકિત જોવાય છે.
બારમો ભાવ પાપકર્મ, ખર્ચ, પડવું, મૃત્યુ પછી નર્કમાં જવાની હાલત, ડાબી આંખ, ખોડવાળા અવયવ, પગ, ક્ષય જેવા જીર્ણ રોગો, ગરીબાઈ, ઊંધ, બંધન અહીં જોવાય છે.
ઉપરાંત મુસાફરી ૧લો ભાવ, શયન ૪થો ભાવ, ઘરમાં સુખપૂવર્ક રહેવું ૭મો ભાવ, કાયમી મોભો ૧૦મા ઉપરથી મેદાન, જળનાકૂવા, તળાવ, ટાંકી ૪થો ભાવ, ૭મા ઉપરથી નદીમાં પુર, વરસાદ અંગે બધું દશમેથી જોવું
ભાવ બે પ્રકારના છે. એક લગ્ન અને બીજો લગ્નેશ જ્યાં હોય તે લગ્ન બાહ્ય ભાવ છે અને લગ્નેશ હોય ત્યાંથી કે લગ્નનો ત્રીજો ભાવ આભ્યાંતર ભાવ ગણાય છે જે બાબતો લગ્નથી જોવાય છે તે બધી લગ્નેશ પડયો હોય ત્યાંથી જોવાય છે. - હવે શુભ ગ્રહો ગુરૂ, શુક, શુદ્ધ ચંદ્ર અને બુધ હોય. તો બારેય ભાવમાં પાપગ્રહ તરીકે શું ફળ આપે છે તે જોવાની પદ્ધતિ અહીં દર્શાવી છે. એક જ ભાવમાં શુભ-અશુભ ગ્રહ.
પહેલા ભાવમાં પાપગ્રહ હોતાં નિષ્ફળતા, પરાજ્ય, માથાનો રોગ, શોક, અપકીર્તિ, સ્થાનહાનિ, આર્થિક નુકશાન. બધા અવયવોમાં બેચેની અને બીજી અગવડો ઊભી થાય.
અહીં શુભગ્રહ હોય તો સફળતા, સુખ, આરોગ્ય ભેટ-સોગાદ, સ્થાન-લાભ મળે
બીજા ભાવમાં પાપગ્રહ હોતાં વડીલોપાર્જીત ધનનો ક્ષય, ચહેરા ઉપર રોગ, સગાંઓથી બદનામી કે સગાંઓને હાનિ, જમણી આંખે તકલીફ, વાણીમાં અપશબ્દો અને સંતાનોને ત્રાસ થાય છે.
અહીં શુભગ્રહ હોતાં આર્થિક લાભ, સગાંઓની ચડતી અને સંતાનોની પ્રગતિ દર્શાવે છે. કનકકૃપા સંગ્રહ
૩૫૭.