________________
વધારો થાય અને ચિંતા તથા ધનનો નાશ થાય છે.
(૧૮૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગાનાર, નાચનાર, નટ વગેરે દેખાય તો આપત્તિ વધે.
(૧૮૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં જુગાર રમાતો દેખાય તો ધનહાની તેમજ ઘણી ઉપાધિનો સામનો કરવો પડે.
(૧૮૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં પરાયી સ્ત્રી દેખાય તો તે સ્ત્રી ઉપાધિ લાવનારી ગણાય. તેમજ તે સ્ત્રીના સ્વપ્નથી ઘણો ધનનો નાશ થાય છે.
(૧૮૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં શેતરંજ કે એવી બીજી બાજી રમતો માણસ દેખાય તો ઝગડો થાય તથા ઘણી મુસાબતો આવી પડે છે.
(૧૮૬) સ્વપ્નમાં ઊડતી વસ્તુ પતંગ, છત્રીદળ, વગેરે દેખાય તો તે ચિંતા થાય તથા ઘણા ઝગડા થાય.
(૧૮૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં રમવાનો દડો દેખાય તો તે માણસને કોઈની મિલ્કત મળે તથા ઘણા પ્રકારના લાભ થાય.
(૧૮૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ સાધક અથવા ઉત્તમ પુરુષ દેખાય તો તેને કોઈ સિદ્ધિ ટુંક સમયમાં પ્રાપ્ત થનાર છે.
(૧૮૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઉપવન અથવા રળીયામણું સ્થળ દેખાય તો તેનાથી વ્યાપાર રોજગારમાં વધારો તથા ધનલાભ થાય છે.
(૧૯૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઉત્તમ જળાશય દેખાય તો આનંદમાં વધારો કરનારું જાણવું.
(૧૯૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ફળ, ફૂલ અથવા દીવાબત્તીનું સ્વપ્ન દેખાય તો તે પણ માણસને અનેક પ્રકારે લાભ આપનારું જાણવું. ' (૧૯૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોટું ટાવર દેખાય તો ભય કરનારું તથા ધનનો નાશ થાય.
(૧૯૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગાય, વાછરડું, હરણ કે માણસ મરી ગયો હોય અને તેના હાડકા દેખાય તો ઉપાધિ કારક જાણવું.
(૧૯૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં હાડકાની માળા દેખાય તો તેનાથી અનેક પ્રકારે ભય ઉત્પન્ન થાય છે.
(૧૯૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં બીલાડી દેખાય અથવા બે બીલાડી લડતી
કપાસરાહ
૩૪૯