SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૮) સ્વપ્નમાં હજામ સાથે હજામતના સાધન દેખાય તો મુશ્કેલીઓ આવી પડે તથા કાર્યમાં નિષ્ફળતા જાય છે. (૧૬૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં પગ દેખાય તો ધનલાભ થાય તથા ખૂબ દૂર મુસાફરી થાય. (૧૭૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં પહાડ કે ટેકરો દેખાય તો ઈજ્જત આબરૂમાં વધારો થાય તથા માનપ્રતિષ્ઠા વધે. (૧૭૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં દેવનુ દેહેરૂં તથા દેવનો દીવો દેખાય તો ધનલાભ થાય તથા ઈજ્જતમાં વધારો થાય છે. (૧૭૨) સ્વપ્નમાં કોઈ પણ માણસને મંડપ કે તંબુ દેખાય તો ભયંકર લડાઈ કે ઝગડો થાય. (૧૭૩) કોઈ માણસને સ્વપ્નમાં ઢાલ, તલવાર કે ભાલો દેખાય તો જાણવું કે ઉપાધિ આવનારી છે. (૧૭૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં જાદુગર અથવા નવાઈ પમાડે તેવી વસ્તુ દેખાય તો પોતે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે તે માણસ વિશ્વાસઘાત કરે. (૧૭૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં અડદ જેવા ખરાબ અનાજ દેખાય તો મુશ્કેલી આવી પડે. માણસ બીમાર થાય તથા દુ:ખ આવી પડવાની સંભાવના રહે છે. (૧૭૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં જવ, ચોખા વગેરે દેખાયા તો ધનધાન્યમાં વધારો થાય એમ માનવું. (૧૭૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં પક્ષી, પક્ષીનો માળો અથવા પક્ષીની બખોલ દેખાય તો અનેક રીતે ધનલાભ થાય તથા સુખમાં વધારો થાય તથા તે માણસને ઊંચી પદવી મળવાની સંભવના. (૧૭૮) સ્વપ્નમાં કોઈ પણ માણસને દેવાળુ કાઢવાનું આવે તો વ્યાપાર રોજગારમાં વધારો થાય તેમજ ધનનો લાભ થાય એમ જુના લોકો કહેતા હતા. (૧૭૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં સમુદ્ર કે ઉત્તમ ગણાતી નદીના કિનારા ઉપર કેળના પાનમાં હવિષ્યાન્ન (હવનમાં ઓમવાનું અન્ન દા.ત. જવ, ચોખા) જમતા હોઈએ એવું દેખાય તો સ્વપ્ન ઉન્નતિ કરે એવું માનવામાં આવે છે. (૧૮૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે જીવતો દેખાય તો આબરૂ વધે અને ધંધામાં બરકત આવે. (૧૮૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં જાહેરનામું અથવા છાપુ દેખાય તો ખર્ચમાં કનકૃપા સંગત ૩૪૮
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy