________________
(૧૫૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં સોનીનાં હથીયાર તેમજ સોનું દેખાય તો ઉન્નતિ થાય, ધનલાભ થાય તથા નવા સંબંધો બંધાય છે.
(૧૫૫) કોઈ પણ માણસ સ્વપ્નમાં જાહેરખબર જુએ તો ધંધામાં ખોટ જાય તથા ધનનો નાશ થાય છે.
(૧૫૬) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં ગધેડા, ખચ્ચર, ભૂંડ વગેરે સ્વપ્નમાં દેખાય તો કોર્ટ કચેરીના ઝગડા થાય અને નાણાંનો ખર્ચ થવા છતાં પરાજય અને નામોશી મળે એમ મનાય છે.
(૧૫૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોદાળી, પાવડો, ત્રિકમ વગેરે દેખાય તો ઝગડો અથવા ટંટો તથા ધનવ્યય થાય અને પરેશાની ભોગવવી પડે. એમ મનાય છે.
(૧૫૮) કોઈ પણ માણસને સૂર્ય કે ચંદ્રનું સ્વપ્ન આવે તો રોગ દૂર થાય અને શાંતિ
વધે છે.
(૧૫૯) કોઈ રોગી જોવામાં આવે તો તેનાથી પણ રોગ દૂર થાય અને શાંતિમાં વધારો થાય.
(૧૬૦) ઊગતા તારાનું સ્વપ્ન ધનધાન્યમાં વધારો કરનારું તથા ઈજ્જત આબરૂ વધારનારું ગણવામાં આવે છે.
(૧૮૬૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘર કે ગાડીનું પૈડું દેખાય તો માણસની ઉન્નતિ થાય તથા ધનધાન્યમાં વધારો થાય એમ માનવામાં આવે છે.
(૧૬૨) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં પોતે મકાનની ગેલેરી જોવામાં આવે તો ઉદય થાય અને ધંધામાં વધારો થાય.
(૧૬૩) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં પોતે કોઈની જોડે લડતા ઝગડતો દેખાય તો જાન માલને ઘણું નુકશાન થાય.
(૧૬૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે પોતે ગુફામાં પુરાઈ જાય છે. તો તે લાંબી બીમારી ભોગવી મૃત્યુ પામે.
. (૧૬૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે પોતે ગુફામાંથી બહાર આવે છે. તો લાંબી બીમારી ભોગવી તે સાજો થવાનો.
(૧૬૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં લુલો, લંગડો, બહેરો ખોડવાળો માણસ દેખાય તો પતિ-પનીમાં છૂટાછેડા થાય તે મન્સાલ્માંવિખવાદ થવાનો સંભવ રહે છે.
(૧૬૭) સ્વપ્નમાં પોતાના ગુરુ દેખાય તો ખરેખર મહાન સંકટ આવવાનું તથા ધનનો નાશ થવાને એમ સમજવું.
કરકસંહ