________________
(૧૪૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં ભૂંડ આખલો, ગધેડું કે ભેંસ ખીજાઈને પાછળ દોડતા દેખાય તો ઉપાધિ તથા મુશ્કેલી ખૂબ ખૂબ વધે એમ સમજાય છે.
(૧૪૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ રાજા મહારાજ દેખાય તો તો તેને માન પ્રતિષ્ઠા વધે છે તથા અનેક રીતે ધનલાભ થાય છે.
- (૧૪૨) સ્વપ્નમાં મુળાની ભાજી તથા કંદ દેખાય તો ઘરમાં માણસનો વધારો થાય તથા સુખશાંતિ વધે છે.
(૧૪૩) કોઈ પણ માણસને સ્વર્મમાં પોતાના મરી ગયેલા ભાંડ દેખાય તો તે સ્વપ્ન જોનાર માણસની આવરદા વધે તથા આનંદ છવાઈ જાય એમ લોકો માને છે.
(૧૪) માણસને સ્વપ્નમાં રાક્ષસ દેખાય તો માણસને ધન લાભ તથા ઈજ્જત આબરૂમાં વધારો કરનારું ગણાય.
(૧૪૫) સ્વપ્નમાં કોઈ પણ માણસને બેભાન થતો જુએ તો અનેક પ્રકારે લાભ થાય તથા તેના પોતાના મિત્રોમાં ખૂબ વધારો થાય એમ મનાય છે.
(૧૪૬) સ્વપ્નમાં કોઈ પણ હાથી, ઘોડો, કૂતરો વગેરેને જમીનમાં લડતા જુએ તો કાર્યનાશ તથા અનેક ઉપાધિ વધે.
(૧૪૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં જુગારનો અખાડો દેખાય કે રેસનું મેદાન દેખાય તો અથવા સટ્ટો-જુગાર ચાલતો અખાડો દેખાય તો મુશ્કેલી ઊભી થાય અને નાણાનો નાશ થાય.
(૧૪૮) સ્વપ્નમાં સિંહ કે વાઘની સંભળાય તો જીવન જોખમમાં ગણાય તથા ઉપાધિ થાય છે.
(૧૪૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં સોય, કાતર વગેરે દરજીના સાધન દેખાય તો દુ:ખ થાય, ક્લેશ થાય તથા તકરાર ખૂબ વધે એમ મનાય છે.
(૧૫૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં સુખશાંતિ તથા આનંદ વધેલો જણાય તો સુખશાંતિમાં વધારો ગણાય છે.
(૧૫૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં આરામખુરશી તથા પલંગ દેખાય તો સુખ શાંતિમાં વધારો થાય નવા નવા સંબંધો ઊભા થાય છે. તેથી લાભ મળે. .
(૧૫૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં જવ, તલ કે ચોખા દેખાય તો ધારેલું કાર્ય સફળ થાય.
(૧૫૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં નકામા કપડાં દેખાય તો તેનું ભાગ્યોદય જાણવું.
કનકકુપા સંરહ.