________________
(૧૨૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં સફેદ કપડાં દેખાય તો માણસની આબરૂમાં વધારો થાય છે.
(૧૨૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં હલકી જાતનાં અનાજ દેખાય તો ઉપાધિમાં વધારો થાય તથા ધનનો સંપૂર્ણપણે નાશ થાય એમ માનવામાં આવે છે.
(૧૨૮) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં ઊંટ કે ગધેડા ઉપર સવારી કરતો માણસ દેખાય તો ખૂબ હાનીકારક ગણાય છે તથા ઘણી ચિંતા થાય છે.
(૧૨૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં રબારી કે ભરવાડ દેખાય તો દુ:ખ આવી પડે અને ઘણી હાડમારી વેઠવી પડે.
(૧૩૦) સ્વપ્નમાં કાળા કપડાં, કાળી વસ્તુ, કાળી શાહી, કાળા અલંકાર વગેરે દેખાય તો નુકશાન, ચિંતા તથા ધનનો નાશ જાણવામાં આવે છે.
(૧૩૧) સ્વપ્નમાં બરફ અથવા ઠંડા પ્રદેશો દેખાય તો સુખ શાંતિમાં ઉન્નતિ થાય. (૧૩૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં વરસાદ પડતો દેખાય તો તેને અચાનક ઘણો ધનલાભ થવાનો સંભવ રહે, અને ઈજ્જત, આબરૂ તથા માન પ્રતિષ્ઠા વધે એમ ગણવામાં આવે છે.
(૧૩૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં સ્ટીમર, સ્ટીમલોચ કે વહાણ દેખાય તો યાત્રાનો યોગ ઊભો થાય છે. તથા તેનાથી લાભ થાય છે.
(૧૩૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં રસોયો દેખાય તો ધનલાભ થાય તેમજ વ્યાપાર-રોજગાર વધે.
(૧૩૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં નદી, સરોવર કે તળાવ દેખાય તો ધનલાભ તથા ઈજ્જત આબરૂમાં વધારો થાય છે.
(૧૩૬) કોઈ પણ માણસ સ્વપ્નમાં કોઈને હસતો જુએ તો તેને ઉપાધિનો ડુંગર આવી પડે છે.
(૧૩૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગધેડા, પાડા, કે ઉંટ ઉપર સવારી કરતો માણસ સ્મશાન ભણી જતો દેખાય તો મૃત્યુને નોતરૂં છે એમ સમજવું.
(૧૩૮) સ્વપ્નમાં દાંતમાં કળતર થતું દેખાય તો તેનાથી બીમારી આવે અને ઉપાધિના કારણે માંદગી આવે તથા ધનને નાશ થાય છે.
(૧૩૯) સ્વપ્નમાં ગધેડો, ભેંસ અથવા પાડો દેખાય તો ખોટી રીતે તકરાર થાય છે, અને સ્વપ્ન જોનારને માથે ખોટી રીતે આળ આવે એમ કહેવાય છે.
કનકકૃપા સંગ્રહ
૩૪૫