________________
(૧૧૨) કોઈ માણસને સ્વપ્નમાં બ્રાહ્મણ દેખાય તો ધનનો લાભ થાય તેમજ અટકેલા કાર્યો સફળ થાય.
(૧૧૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં દેવમૂર્તિ દેખાય તો કીર્તિ, ઈજ્જત તથા આબરૂ વધે છે.
(૧૧૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં કચેરી દેખાય તો ગૃહ કલેશ અને કારણ વગરનો ઝગડો થાય.
(૧૧૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં ખલાસી દેખાય તો માણસનું ભાગ્ય બગડે તથા અનેક પ્રકારે દુ:ખ રહે.
(૧૧૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં ખળભળાટ કે ગડબડાટ થાય તો રોગનો ભોગ તથા ચિંતા ખૂબ થાય છે.
(૧૧૭) સ્વપ્નમાં કોઈ બ્રાહ્મણ પુષ્પ આપતો દેખાય તો કીર્તિ વધે છે.
(૧૧૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં કપાયેલા નખ કે વાળ દેખાય તો માદંગી આવે અને ઘણી ઘણી મુસીબતો આવે એમ ગણવામાં આવે છે. અને સાચુ પણ પડે છે. (૧૧૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઊંચેથી પડતું પાણી દેખાય તો તેને માથે ચિંતા ખૂબ વધે છે અને ઉપાધિઓ લાવનારું ગણાય છે.
(૧૨૦) શું થયું ? કાર્યનો નાશ થયો ? તમને સ્વપ્ન આવ્યું હતુ ? જો માણસને ધુણી સ્વપ્નમાં દેખાય તેને ગમે તેટલા પ્રયત્નો છતાં કાર્યનો નાશ જ થાય છે.
(૧૨૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં દરજી દેખાય તો માણસનું નસીબ બગડે તથા તેને ઘણી ઉપાધિઓ આવી પડશે. એમ જુના લોકો માનતા હતા. અને માને છે
પણ.
(૧૨૨) સ્વપ્નમાં ચંદન લગાડીને સ્રીને ભેટીએ તો આપણને ધનલાભ ખૂબ થાય તથા સુખ ઘણું વધે.
1
(૧૨૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં સ્ત્રી સતી થતી દેખાય તો અચાનક લાભ થાય અને વારસો મળે.
(૧૨૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં સૂર્ય દેખાય તો રોગ મટે તેમજ જેલમાં ગયેલો માણસ પણ જેલમાંથી છૂટે છે.
(૧૨૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં હાથી દેખાય તો સુખશાંતિ તેમજ ઉન્નતિમાં વધારો થાય છે.
૩૪૪
કકકૃપા સંગ્રહ