________________
દેખાય તો અનેક પ્રકારે ચિંતા તથા નાણાનું નુકશાન થાય છે.
(૧૯૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ પણ જાનવરનું પૂંછડું દેખાય તો ઉપાધિકારક ગણાય. વળી તેનાથી બીમારી ઉત્પન્ન થાય છે.
(૧૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ માણસ દેખાય તો શાંતિ મળે, ચિંતાઓ દૂર થાય તથા દિવસે દિવસે તેની ઉન્નતિ થાય.
(૧૯૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં લાવરી કે તેના બચ્ચા દેખાય તો સુખમાં વધારો થાય તથા તે દરેક રીતે આગળ વધે એમ માનવામાં આવે છે.
(૧૯) સ્વપ્નમાં વાંસફોડો તથા સાદડી ગૂંથનારો દેખાય તો આનંદ પ્રસંગની આગાહી તથા બાળકનો જન્મ થાય. | (૨૦) સ્વપ્નમાં ગાય દેખાય તો માણસની ઉન્નતિ થાય છે. અને અનેક પ્રકારે લાભ થાય છે. . (૨૦૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘડિયાળ દેખાય તો વ્યાપાર રોજગારમાં વધારો થાય તથા સુખશાંતિમાં અનેક રીતે વધારો થાય એમ માનવામાં આવે છે.
(૨૦૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં પત્તાં દેખાય તો ધનનાશ થાય. ઝગડો કરાવનારું ગણાય તથા અનેક રીતે ઉપાધિ લાવનાર ગણાય.
(૨૦૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં લવણ દેખાય તો ખોટી ખોટી તકરારનો સામનો કરવો પડે.
(૨૦૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં લડવૈયા કે યોદ્ધા દેખાય તો તે ભયસુચક ગણાય તથા તેનાથી માણસને બીમારી તથા ચિંતા ઉત્પન્ન થાય છે.
(૨૦૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગોદડા, ધાબળા વગેરે દેખાય તો બીમારી આવે, ધનનો નાશ થાય. તથા દીલગીર થવું પડે એવી વાત બને.
(૨૦૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઝાડના ઉઘાડા મુળીયા દેખાય તો ચિંતા તથા ઉદવેગ થાય.
(૨૦૭) કોઈ પણ માણસને સ્વપ્નોમાં પીળા વસ્ત્રોવાળી સ્ત્રી દેખાય તો શુભ ફળ મળે.
(૨૦૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં કમળનું ફૂલ દેખાય તો આબરૂમાં વધારો થાય તથા અનેક રીતે ધનલાભ થાય.
(૨૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં નારંગી અથવા કોઈ ફળ દેખાય તો આનંદ
૩૫૦
કનકકૃપા સંગ્રહ