________________
પોતનું મૃત્યુ નજીકમાં છે એમ માનવું.
(૩૦) સ્વપ્નમાં માણસને પોતાના કપડા ઉપર ધબ્બો દેખાય તો શરીરે બેચેની લાગશે.
(૭૧) કોઈ માણસને સ્વપ્નમાં છત કે છાપરું દેખાય તો આ સ્વપ્ન પછી તેને ચિંતા થાય તથા મનમાં ઉદ્વેગ લાગે.
(૭૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં ફોટો કે ચિત્ર દેખાય તો ઝઘડો અને પોતાને દુ:ખ થવાનો સંભવ રહે.
(૭૩) કોઈ માણસને સ્વપ્નમાં તાળુ કે કુંચી દેખાય તો અનુક્રમે ભય અને હેરાનગતિ આવી પડે.
(૭૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ પણને પોતે મારતો દેખાય તો સુખ શાંતિમાં વધારો થાય તથા ભાગ્યોદય થાય.
(૩૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગલ્લો અથવા તીજોરી દેખાય તો ધનનો લાભ થાય તથા ઈજત આબરૂમાં વધારો થાય.
(૭૬) સ્વપ્નમાં મુસાફરખાનું દેખાય તો ધનનો નાશ થાય તથા મનને ખેદ કરનારું ગણાય.
(૭૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં તમાકુનો છોડ કે તમાકુ દેખાય તો માંદગી આવે અથવા તેને અનેક પ્રકારે ભય તથા ઉગ થાય છે.
(૭૮) સ્વપ્નમાં ખરાબ જીવાત અથવા કીડા દેખાવથી માણસને ટુંકમાં મંદવાડ આવે તથા આર્થિક નુકશાન થાય છે.
(૭૯) સ્વપ્નમાં કોઈ ઉત્તમ પુરુષ શુભ વચનો સંભળાવે તો તેનું ઉત્તમ ફળ મળે.
(૮૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ પણ જાતનું હથિયાર દેખાય તો સુખ શાંતિમાં વધારો થાય તથા ધનયોગ વધે એમ માનવામાં આવે છે.
(૮૧) સ્વપ્નમાં કોઈની આંખો જોવામાં આવે તો તેનાથી માણસને લાભ થાય છે તથા ઉન્નતિ વધે છે. અને ભાગ્યોદય ખુલે છે એમ મનાય છે. - (૮૨) સ્વપ્નમાં શેખચલ્લી અથવા ગપ્પીદાસ જેવા ટુચકા સાંભળવામાં આવે તો મનને આનંદ થાય અથવા મનને શાંતિ થાય એમ મનાય છે.
• (૮૩) સ્વપ્નમાંગુઠી દેખાય તો માન વધે છે, આબરૂ વધે તથા અનેક માર્ગે ધન વધે છે.
* કનકપીચર