________________
(૮૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં અગ્નિ દેખાય તો માન આબરૂમાં વધારો થાય તથા ધનનો પુષ્કળ લાભ થાય છે.
(૮૫) સ્વપ્નમાં ખેડાતી જમીન દેખાય તો ભાગ્યોદય અથવા સુખશાંતિમાં વધારો થાય અને ધનલાભ થાય છે.
(૮૬) સસલાનું સ્વપ્ન આવે તો ધનલાભ થાય ને સુખશાંતિમાં અનેક પ્રકારે - વધારો થાય.
(૮૭) કોઈ પણ માણસને સ્વબમાં આપણે ડૂબી જઈએ છીએ એમ દેખાય તો. આર્થિક નુકશાન તથા ભય અનેક રીતના ઉભા થાય છે. એમ માનવામાં આવે છે.
(૮૮) સ્વપ્નમાં ભોયરૂ, ગુફા, ખાડો કે બખોલ કોઈને દેખાય તો પુષ્કળ ઉપાધિ તેના ઉપર આવે અને અનેક પ્રકારે ઉગ થાય એમ માનવામાં આવે છે.
(૮૯) સ્વપ્નમાં મોટો ઉદર દેખાય તો તે માણસને કોઈ બીજો દગો કરી જાય એમ માનવું.
(૯૦) સ્વપ્નમાં પોતે જ ચા, કોફી વગેરે પીતો દેખાય તો કોઈ મોટામાં મોટો ભય આવનાર છે એમ માનવું.
(૯૧) સ્વપ્નમાં કોઈ માણસને ગધેડા, ખચ્ચર વગેરે દેખાય તો કોર્ટ કચેરીના ઝગઢ થાય અને પુષ્કળ નાણા ખર્ચવા છતાં પણ પરાજય થાય. એમ માનવું.
(૯૨) સ્વપ્નમાં કોઈને કૂતરું ભસતું અથવા ગધેડું ફૂંકતું દેખાય તો ચિંતા તથા મુશ્કેલીનો સામનો કરવો પડે એમ માનવામાં આવે છે.
(૩) સ્વપ્નમાં કોઈ પણ માણસને વાછરડું દેખાય તો માણસની ઉન્નતિ વધુ પ્રમાણમાં થાય છે.
(૪) સ્વપ્નમાં સાળુ દેખાય તો સુખ મળે તથા જીવનમાં શાંતિ વધે છે. એમ મનાય છે.
(૯૫) સ્વપ્નમાં કોઈ પણ માણસ વાજીંત્રો વાગતા જુએ તો તેને શુભ કાર્યો પેદા થાય તથા ધન યોગ ઉત્પન્ન થાય છે.
(૯૬) સ્વપ્નમાં સુકું ઘાસ દેખાય તો આનંદના પ્રસંગો ઉત્પન્ન થાય તથા સુખશાંતિમાં વધારો થાય..
? -
..., (૭) સ્વપ્નમાં કોઈ પણ માણસને મકાન તુટીને પડતું દેખાય તો ઉપાધિ આવે અને ધનહાની થાય છે.
નાપા રાહ