________________
તથા ઉપાધિઓ વધે.
(૫૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતાના જીવતા બાપ દેખાય તો તેનાથી ધનમાં વધારો થાય તેમજ મંગળ પ્રસગો ઊભા થાય છે.
(૫૭) સ્વપ્નમાં મુગટ દેખાય તો તેનાથી નવા સંબંધો બંધાય તેમજ ઘણા માગે ધનની આવક થાય.
(૫૮) સ્વપ્નમાં દીવાનું તોરણ કે ઝુમ્મર દેખાય તો આબરૂમાં વધારો થાય તથા ધનની આવક થાય.
- (૫૯) સ્વપ્નમાં એરોપ્લેન દેખાય તો મનમાં ચિંતા થાય, અચાનક નુકશાન તથા ધનહાનીના યોગો થાય છે. એમ જુના લોકો માનતા હતા અને માને છે.
(૬૦) કોઈ માણસને ગંદવાડ, મેલ વગેરેનું સ્વપ્ન આવે તો બીમારી આવે અથવા ધનહાનીના યોગો ગણાય છે.
(૬૧) કોઈ પણ માણસને પોપટનું સ્વપ્ન આવે તો તેવા સ્વપ્નો ધનનો નાશ કરવાનું સુચવે તથા ધનનો વ્યય કરનારું હોય છે.
(૬૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં મરેલું મડદુ દેખાય અને તેની પાછળ રહે તો તે નુકશાનકારક ગણવામાં આવે છે. અથવા મડદાની પાછળ ભજન કીર્તન થતું હોય તો તે લાભકર્તા નીવડે છે એમ માનવામાં આવ્યું છે.
(૬૩) સ્વપ્નમાં ચોખા કે સફેદ જુવાર દેખાય તો ધન લાભ થાય અને પોતાના જીવનમાં શાંતિ મળે. . (૬૪) સ્વપ્નમાં આપણે માંસ ખાતા દેખાઈએ તો લાભ થાય અને જો સ્વપ્નમાં આપણે માણસનું માંસ ખાતા દેખાઈએ તો અચાનક જ લાભ થાય છે.
(૬૫) સ્વપ્નમાં કોઈ પણ વ્યકિત તળાવનું દશ્ય દેખે તો ધનલાભ થાય તેમજ માનપ્રતિષ્ઠામાં વધારો થાય અને મિત્રાચારી વધે એમ માનવામાં આવે છે.
. (૬૬) સ્વપ્નમાં પખાલી અથવા ભોઈ દેખાય તો માન વધે. પોતે સુખી થાય તથા પોતાની ઉન્નતિ વધે.
(૬૭) સ્વપ્નમાં સ્ત્રી (બ્રાહ્મણની) દેખાય તો માણસના લગ્ન થાય તથા તેને અનેક પ્રકારે લાભ થાય.
(૬૮) સ્વપ્નમાં વૈદરાજ કોઈ દરદીને માંદગી છે એમ કહેતા લાગે તો માનસિક વિચારોનું ભારણ વધારી મુકે છે. (૬૯) સ્વપ્નમાં કોઈ પણ માણસને કાળા વસવાળી સ્ત્રી ભેટતી જણાય તો
કનકકુપા સંહ
૩૪૦