________________
(૪૧) સ્વપ્નમાં ઝેરી પદાર્થો દેખાય તો તે માણસને ઘણી મુસીબત તથા ચિંતા ઉભી થાય.
(૪૨) કોઈ માણસને સ્વપ્નમાં નોકર-ચાકર દેખાય તો તેને ઝઘડો ઊભો થાય તથા ધનનું નુકશાન થાય.
(૪૩) સ્વપ્નમાં કોઈ માણસને સુડી દેખાય તો તેને ધન લાભ થાય.
(૪) કોઈ વ્યક્તિને સ્વપ્નમાં જુદા જુદા રત્નો દેખાય તો સુખશાંતિમાં વધારો થાય તથા મુસાફરીના યોગો તેને માટે ઉત્પન્ન થાય. એમ માનવામાં આવે છે.
(૪૫) સ્વપ્નમાં કોઈ વ્યકિતને મોતી દેખાય તો તેને લાભ અચુક થાય જ અને લાભ પણ અચાનક જ થાય એમ મનાય છે.
(૪૬) સ્વપ્નમાં આંગળીઓ અથવા કોઈ પણ અંગ વધી ગયેલું દેખાય તો તેને માટે ઉપાધિકારક ગણાય એમ તે વ્યકિતએ માનવું.
- (૪૭) કોઈ માણસને સ્વપ્નમાં કાચ, ચશ્મા કે ગોગલ્સ દેખાય અથવા આઈગ્લાસ દેખાય તો તેનાથી ઝઘડો થાય, ધનહાની થાય, સંબંધો બગડે તથા તેને ખોટી ચિંતા વધે એમ માનવામાં આવે છે.
(૪૮) કોઈ માણસને સ્વપ્નમાં હલકી ધાતુ જસત વગેરે દેખાય તો તે માણસના ઘરમાં કલેશ થાય છે.
(૪૯) કોઈ માણસને સ્વપ્નમાં બ્રાહ્મણ કે વડીલ પોતાના ઉપર ગુસ્સો કરતા જણાય તો આવનારી ઉપાધિનું તેને જ્ઞાન થાય.
(૫૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ બીજી વ્યકિતને ખાતાં જુએ તો તેને લાભ થાય.
' (૫૧) કોઈ પણ સ્વપ્નમાં કોઈ સંદેશો સંભળાય તો તેવા પ્રકારના સ્વપ્નથી વ્યાપાર રોજગારમાં લાભ થાય..
(૫૨) સ્વપ્નમાં કોઈ પણ ભોળો માણસ નજરે પડે તો પણ તે માણસને લાભ થાય.
(૫૩) સ્વપ્નમાં દીવાસળી, પેટ્રોલ, ઘાસતેલ કે લાઈટર દેખાય તો પોતાને બીનજરૂરી ચિંતા કરવી પડે. કોઈ વાર હોળીનું નાળીયેર પણ બનવું પડે.
(૫૪) સ્વપ્નમાં કોઈને ઉપદેશ આપતા હોઈએ તો આપણે કોઈ કાવતરાનો ભોગ બનવું પડે એમ આપણા પહેલાના લોકો માને છે.
(૫૫) સ્વપ્નમાં કોઈપણ માણસ બિછાનામાં સુતેલું દેખાય તો રોગનો ભય રહે કનકપ સંહ
૩૩૯