________________
બ્રાહ્મણકુંડ ગ્રામમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ઉત્પન થયા. ત્યારે દેવાનંદાને (૧૪) ચૌદ મહાસ્વપ્ન આવે છે. પછી સમય થતાં વ્યાસી દિવસો થયા. ત્યારે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપ્યું, અવધી જ્ઞાનના ઉપયોગથી પ્રભુને દેવાનંદાની કુક્ષીમાં રહેલા જોઈને ઈન્દ્ર સિંહાસનનો ત્યાગ કરીને પ્રભુને નમસ્કાર કરી આ પ્રમાણે વિચાર કર્યો કે તીર્થકરનો જીવ જે ભવમાં તીર્થકર થવાના હોય તે ભવમાં હલકુ કુળ એવા નીચ ગોત્રમાં જન્મ લેતા નથી,
તેમને તો ક્ષત્રીયોના કુળમાં કે ઉચી જાતિમાં જન્મ લેવા એ યોગ્ય જ છે, ઉદયમાં આવેલા કર્મના યોગથી નીચ કુળમાં ઉત્પન થવાથી, ઉચા કુળમાં મુકવાનો અમારો આચાર છે. ત્યારે ઈન્દ્ર સારૂં કુળ જોઈને પોતાના સેનાપતિ હરિણગમેષીને બોલાવી આજ્ઞા આપી કે, ક્ષત્રીય કંડમાં રહેલા સિધ્ધાર્થ મહારાજાની રાણી ત્રીશલાદેવીની કુક્ષીમાં, દેવાનંદાની કક્ષીમાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને મુકી આવો, અને તે ત્રીશલા મહારાણીની કુક્ષીમાં રહેલી પુત્રી દેવાનંદાની કુક્ષીમાં મુકી આવો આ આજ્ઞા માથે ચઢાવી હરિણ ગર્ભેશી પોતે પ્રભુના ગર્ભનું પરાવર્તન કરે છે.
કોઈ પણ તીર્થંકર પરમાત્મા નીચ કુળમાં જન્મ લેતા નથી, પરંતુ પ્રભુ મહાવીર સ્વામીએ પૂર્વભવના કર્મના ઉદયથી અવન કર્યું તે એક મહાનું આશ્ચર્ય થઈ ગયું છે. તેવા પરમાત્મા વિષે પાંચ આશ્ચર્ય થયા છે, તે આ પ્રમાણે ૧ ગર્ભનું પરાવર્તન, ૨ ઉપસર્ગ ગૌશાળાનો, ૩ અભાવિતપર્ષદા, ૪ ચમરોત્પાતુ, ૫ સૂર્ય ચંદ્રનું આગમન. સમય જતાં નવ માસને સાડાસાત દિવસનો ગર્ભકાળ પૂર્ણ કરી, ચૈત્ર સુદ તેરસની મધ્ય રાત્રીએ પ્રભુએ જન્મ લીધો. જ્યારે પ્રભુનો જન્મ થયો ત્યારે સાતે નરકે અજવાળા થયા. પછી ૫૬ (છપન્ન) દિકુમારિકાઓ આવે છે, તે સ્નાત્ર મહોત્સવ પૂર્ણ કરી ગયા પછી ૬૪ (ચોસઠ) ઈન્દ્રો પ્રભુનો જન્માભિષેક કરવા માટે પ્રભુને મેરૂ શિખર ઉપર લઈ જાય છે અને ૬૪૦૦૦ કળશોથી પ્રભુનો જન્માભિષેક કરે છે. તે મેરૂ પર્વત એક લાખ યોજનનો છે, પ્રભુના પિતાનું નામ સિધ્ધાર્થ મહારાજા હતું. તેમની માતાનું નામ ત્રીશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. તેમની બહેનનું નામ સુદર્શના, પત્નીનું નામ યશોદા હતું. પુત્રીનું નામ પ્રિયદર્શના, દોહીત્રીનું નામ શેષવતી હતું, કાકા સુપાર્શ્વ, જમાઈ જમાલી, સસરો સમવીર, મામાં ચેડારાજા મામી પૃથીરાણી સાસુ યશોદયા કુઆ જિતશત્રુ દાદા કેકરાજા દાદી યશોમતી ભાભી જયેષ્ઠા આ પ્રભુનું કુટુંબ હતું.
પ્રભુનું જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્ગની હતું, જન્મ રાશિ કન્યા હતી, લાંછન સિંહ હતું. સાત હાથની કાયા હતી. ૭૨ વર્ષનું આયુષ્ય હતું. તેમના કુટુંબીજનોનું આયુષ્ય પણ આપણે જોઈ લઈએ. તેમના કુટુંબીજનોનું આયુષ્ય
૧. સિધ્ધાર્થ રાજાનું (૮૭) સીયાસી વર્ષનું આયુષ્ય હતું
૧૮
કનકકુપા સંગ્રહ