________________
૨. ત્રિશલા દેવીનું (૫૮) અઠ્ઠાવન વર્ષનું આયુષ્ય હતું . ૩. નંદીવર્ધનનું (૯૮) અઠ્ઠાણું વર્ષનું આયુષ્ય હતું
૪. સુદર્શના બહેનનું (૮૫) પંચાસિ વર્ષનું આયુષ્ય હતું ૫. સુપાર્શ્વકીકાનું (0) નવ વર્ષનું આયુષ્ય હતું
ઋષભદત્ત બ્રાહ્મણનું (૧૦) વર્ષનું આયુષ્ય હતું ૭. દેવાનંદા બ્રાહ્મણીનું (૧૦૫) વર્ષનું આયુષ્ય હતું
પ્રભુ મહાવીર સ્વામીનો વર્ણ સુવર્ણ હતો, તેમની પદવીકુમાર હતી અને ૧૬-૨૦ વર્ષની વયમાં લગ્ન કર્યા હતા. તેમણે દીક્ષા એકાકી લીધી હતી, દીક્ષા નગર ક્ષત્રીયકુંડ નગર હતું, દીક્ષા વૃક્ષ આમ (શાલ) નામનું વૃક્ષ હતું, દીક્ષા તપ બે ઉપવાસ કર્યા હતા, દીક્ષા તિથિ માગસર વદ ૧૦, પ્રથમ પારણું ક્ષીરનું બે દિવસે થયું હતું, પારણાદાતા બહુલ બ્રાહ્મણ. છમસ્થકાલ ૧૨ (સાડાબારવર્ષો સુધી રહ્યો હતો, તેની અંદર પ્રભુને ઉપસર્ગ પણ બહુ થયા હતા, અરે ! તપશ્ચર્યા તો બહુ ભારે (કઠીન) કરી હતી, તે આ પ્રમાણે પ્રભુની તપશ્ચર્યા
પૂર્ણ છમાસી તપ ૧ વાર ૧૮૦ ઉપવાસ અપૂર્ણ, છમાસી તપ ૧ વાર ૧૭૫ ઉપવાસ, ચૌમાસી ત૫ ૯ વાર ૧૦૮૦ ઉપવાસ, ત્રીમાસી તપ ૨ વાર ૧૮૦ ઉપવાસ, અઢી માસી તપ ૨ વાર ૧૫૦ ઉપવાસ, બેમાસી તપ ૬ વાર ૩૬૦ ઉપવાસ, દોઢમાસી તપ ૨ વાર ૯૦ ઉપવાસ, માસખમણ તપ ૧૨ વાર ૩૬૦ ઉપવાસ, પક્ષખમણ તપ ૭૨ વાર ૧૦૮૦ ઉપવાસ ભદ્રપ્રતિમા તપ ૧ વાર ૧ ઉપવાસ, મહાભદ્રપ્રતિમા તપ ૧ વાર ૧ ઉપવાસ, સર્વતોભદ્રપ્રતિમા તપ ૧૦ દિવસની, છઠ્ઠ તપ ૨૨૯ વાર ૪૫૮ ઉપવાસ, અઠ્ઠમ તપ ૧૨ વાર ૩૬ ઉપવાસ
આવા પરમ ઉપકારી શ્રમણ ભગવાને બહુ જ કઠીન તપ કર્યો છે. હૈયા હરખે સાંભળનાર આશ્ચર્યજનક બની જાય આવા શ્રમણ ભગવાનને વૈશાખ સુદ ૧૦ના દિવસે સંધ્યા સમયે જૂવાલુકા નદીના કાંઠે પ્રંભીકા ગામમાં ગાય દોરે, તેવી રીતે બેઠા હતા, કાઉસ્સગ્નમાં સ્થિર હતા, છઠ્ઠનો તાપ હતો, ત્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું.
પછી બધા દેવો આવીને ભગવાનના માટે ચાર ગાઉનું, સમવસરણ રચ્યું. પહેલી દેશના પ્રભુની નિષ્ફળ ગઈ, કોઈ પણ તીર્થંકરની દેશનામાં ઓછામાં ઓછો એક મનુષ્ય તો અવશ્ય દીક્ષા લે જ. પછી પ્રભુની બીજી દેશનામાં (૧૧) અગીયાર ગણધર થયા
કનકકુપા સંગ્રહ
૧૯