________________
- સ્ત્રીને સાથળ ઉપર તલ હોય તો તે સ્ત્રીની નોકર-ચાકર તથા દાસ-દાસીઓ ખૂબ જ સેવા કરતા હોય છે.
- કોઈ પણ સ્રીના પગ ઉપર તલ હોય તો તેને પરદેશની મુસાફરી થાય.
: સ્વપ્નફળ :
(૧) કોઈ માણસને સ્વપ્નમાં ભાગેલું ફુટેલું વાસણ દેખાય તો તે ચિંતા કરાવનારું અથવા કાર્યનો નાશ કરનારું અથવા કાર્યનો નાશ કરનારું અથવા કામમાં ઉપાધિ લાવનારું ગણવામાં આવે છે.
(૨) કોઈ માણસને સ્વપ્નમાં મઠ, મગ યા અનાજ દેખાય તો વગર કારણની ઉપાધી આવે અથવા વિના કારણે કલેશ ઉત્પન્ન થાય છે.
(૩) સ્વપ્નમાં ટેબલ, ખુરશી, બાંકડો, પાટલી કે કોઈ રડતો માણસ દેખાય તો તેની આબાદીમાં વધારો થાય અથવા તેને સુખ શાંતિ મળે.
(૪) સ્વપ્નમાં વીણા, તંબુરો વગેરે તારથી વાગતાં સાધનો દેખાય તો તે માણસને પૃથ્વીની પ્રાપ્તિ થાય એમ માનવામાં આવે છે.
(૫) સ્વપ્નમાં હાથી, ઘોડા કે આખલો જમીન ઉપર આળોટતો દેખાય તો તેને માથે ઉપાધીનું આભ તૂટી પડે છે એમ માનવામાં આવે છે.
(૬) કોઈ પણ માણસના સ્વપ્નમાં મજૂર કે નોકર-ચાકર દેખાય તો પણ માણસના સુખમાં અને આનંદમાં ખૂબ વધારો થાય.
(૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં સુકા ઝાડના ઠુંઠા દેખાય અથવા ઝાડ દેખાય તો દુ:ખ આવે, ઉપાધિ થાય.
(૮) કોઈ માણસને સુકું ઝાડ લીલું થતું દેખાય તો તેને બધી જ રીતે સારું ફળ મળે એમ માનવામાં આવે છે.
(૯) કોઈ માણસને સ્વપ્નમાં બાજ કે તીડ દેખાય તો તે માણસને ધનનો નાશ થાય તથા ઉપાધી સુચવનારું ગણાય.
(૧૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં અનાજના કણ દેખાય તો માણસની ખ્યાતી વધે તેમજ તેની ઉન્નતિ તથા ભાગ્યોદય થાય.
(૧૧) કોઈ માણસને સ્વપ્નમાં કપાયેલું મસ્તક જોવા મળે તો ધન, પ્રતિષ્ઠા તથા માનનો વધારો થાય.
(૧૨) સ્વપ્નમાં કાદવ, કીચડ કે રેતી જોવામાં આવે તો તેને હર્ષના પ્રસંગો તેમજ
કનકકૃપા સંગ્રહ
૩૩૬