________________
આનંદ થાય.
(૧૩) કોઈ માણસે સ્વપ્નમાં કોઈની તકરાર જોઈ હોય તો તેને પણ તકરાર થાય અને ઉપાધિઓ આવે.
(૧૪) સ્વપ્નમાં બાવા કે જોગી-બાવા દેખાય તો રોગ ચિંતાને કોઈવાર મૃત્યુ પણ થાય છે.
(૧૫) કોઈ માણસને સ્વપ્નમાં વેશ્યા જેવી નાચનારી સ્ત્રી દેખાય તો તેને ધનલાભ થાય અથવા સુખશાંતિ થાય.
(૧૬) કોઈ માણસને સ્વપ્નમાં દારૂ દેખાય તો તેને આનંદમાં વધારો થાય તથા સારા સારા પ્રસંગો તે વર્ષમાં તેને ઉભા થાય તથા તેની ઈચ્છા પૂર્ણ થાય.
(૧૭) કોઈ માણસને સ્વપ્નમાં ઉન, કામળો, ધાબળો અથવા ઉનના કપડાં દેખાય તો તેને વ્યાપાર રોજગારમાં ફાયદો થાય.
(૧૮) કોઈ માણસને સોનાનું અથવા સોનાના દાગીનાનું સ્વપ્ન આવે તો તે માણસને ધનહાની તથા અનેક પ્રકારે નુકશાન થાય તથા ઘણી ઘાતક મુશ્કેલીઓનું ઘોતક છે. એમ માનવું.
(૧૯) કોઈ પણ માણસને દોરડાનું સ્વપ્ન આવે તો તેને નાણાંભીડ, ધનહાની તથા કાર્યનાશ સુચવે.
(૨૦) સ્વપ્નમાં નદીનો પુલ દેખાય તો તે માણસને માનસીક ચિંતા વધી જાય અને મુશ્કેલીમાં વધારો થાય.
(૨૧) કોઈ માણસને લોહીનું સ્વપ્ન આવે તો તે વારસો આપનારું જાણવુ વળી તેનાથી ઘણો આનંદ થાય તેવા કેટલાક વધુ પ્રસંગો ઉપજે એમ માનવું.
(૨૨) કોઈ માણસને સ્વપ્નમાં ઘી દેખાય તો તેને ધન ધાન્યમાં ખૂબ વધારો થાય એમ માનવામાં આવે છે.
(૨૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં રોટલી-પૂરી વગેરે દેખાય તો તેને કોઈ પણ રીતે ખુશાલીમાં વધારો થાય.
(૨૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં હોસ્પીટલ કે વૈઘના ઘરનું સ્વપ્ન આવે તો માંદગી આવે અથવા તેને ઘણા પ્રકારે પીડા થાય. અને નાણાનો વ્યય થાય.
(૨૫) કોઈ માણસને સ્વપ્નમાં કાગડો, કાકાકૌ અથવા ઘુવડ જોવામાં આવે તો આફત આવી પડે, રોગ ઉત્પન્ન થાય, તથા માનસીક ચિંતા વધે છે.
(૨૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે જાતે કપડાં ધોતો દેખાય તો તેને ધનનું કનકકૃપા સંગ્રહ
૩૩૭૦