SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અને ધારેલી ઈચ્છા થોડી પૂર્ણ થાય. - કોઈ માણસને જમણા હાથ ઉપર તલ હોય તો પોતાની હાથ કમાણીના રોટલા ખાવા પડે. - કોઈ માણસને ડાબા હાથ ઉપર તલ હોય તો લાભ થાય છે એમ માનવામાં આવે છે. • - જમણા ખભા ઉપર કોઈ માણસને તલ હોય તો ખૂબ ભણશે એમ મનાય છે. - કોઈ માણસને ડાબા ખભા ઉપર તલ હોય તો તે માણસ મધ્યમ ભણે. - હાથના પંજા ઉપર જે માણસને તલ હોય તે માણસ દિલનો ઉદાર અને મોટા મનનો બને. - કોઈ માણસને જાંગ ઉપર તલ હોય તો તે માણસ ઘોડેસવાર અથવા લડાઈમાં વિજય મેળવનાર થાય. - કોઈ માણસને પગે તલ હોય તો પરદેશ મુસાફરી કરાવે તથા ત્યાં ખૂબ લાભ કરાવે. - આ બધા તલ જમણી તરફ હોય તો વધુ ફળ આપે જ્યારે ડાબી તરફ ઓછું ફળ આપે. પરંતુ નિષ્ફળ નથી જતા. - કોઈ પણ સ્ત્રીના ડાબા અંગ ઉપર તલ, મસા, અથવા લાખુ હોય તો તે સારુ ફળ આપે. . - કોઈ પણ સ્ત્રીના માથા ઉપર તલ હોય તો તે સ્ત્રીને રાજરાણી જેવું સુખ મળે છે. - કોઈ પણ સ્ત્રીના કપાળ ઉપર તલ હોય તો પતિ ધન તથા ઐશ્વર્યવાળો મળે. - કોઈ પણ સ્ત્રીની આંખ ઉપર તલ હોય તો પતિ પૂરેપૂરો પ્રેમ તેની સાથે કરે. - કોઈ પણ સ્ત્રીના ગાલ ઉપર તલ હોય તો તે સ્ત્રી એશઆરામી તથા રાજાશાહી સુખ ભોગવનારી બને. - કોઈ પણ સ્ત્રીની છાતી ઉપર તલ હોય તો તે પુત્રની જ માતા બને છે. - કોઈ પણ સ્ત્રીના કાન ઉપર તલ હોય તો તે ઘરેણાં તથા ઝવેરાત પહેરવાની શોખીન બને. - કોઈ પણ સ્ત્રીના ગળા ઉપર તલ હોય તો તે ઘરનો વહીવટ જાળવી રાખનારી તથા બીજા પાસે કામ કરાવનારી બને... - - જે સ્ત્રીને હાથ ઉપર તલ હોય તે ખૂબ સુખ ભોગવનારી બને એમ કેટલાક માને કનકકુપા સંગ્રહ ૩૩૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy