________________
ધારે તે કરી શકે છે. ઋષિમુનિઓ આ પ્રકારના જ્ઞાનને લીધે જ અત્યંત ઉત્તમ અને અલૌકિક શક્તિઓ ધરાવતા હતા અને સમગ્ર જગત તથા વિશ્વને પોતાના કાબુમાં રાખી તેમના ઉપર પોતાની સત્તા ટકાવી શકતા હતાં.
.: ચિહ્નોનું કળ: કેટલાક માણસોને શરીર ઉપર તલ, મસો, અને લાખા જેવા કેટલાક ચિહ્નો હોય છે. હવે આપણે તેનું ફળ જોઈએ. .
- તલ, મસા, લાખુ, સારા આકારનું હોય તો તે માણસને સારું ફળ આપે.
- તલ, મસા, કે લાખુનો આકાર કદરૂપો કે ખંડન થયેલો હોય તો માણસને સારું ફળ આપતા નથી.
- કોઈ માણસને માથા ઉપર તલ, મસા કે લાખાનું નિશાન હોય તો તે માણસને દરેક જગ્યાએ ઈજ્જત આબરૂ અને ધનમાં ફાયદો થાય છે. એમ માનવામાં આવે છે.
1 - કોઈ માણસના કપાળની જમણી તરફ તલ હોય તો સારૂ ફળ આપે અને ડાબી તરફ હોય તો થોડું ફળ આપે. 1 - કોઈ માણસના કપાળ ઉપર ડાબી કે જમણી બાજુ તલ હોય તો વધારે કે ઓછું ફળ આપે. પરંતુ ફળ ન આપે એવું બનતું નથી
- કોઈ માણસની ભ્રમર ઉપર તલ હોય તો પરદેશ ગમન થાય અને ત્યાં સારો લાભ
થાય.
- આંખ ઉપર તલ હોય તો અધિકારી થાય. - કોઈ માણસના મોઢા ઉપર તલ હોય તો ધન તથા ઐશ્વર્ય મળે. - કોઈ પણ પુરુષના ગાલ ઉપર તલ હોય તેને સુંદર સ્ત્રી મળે.
- કોઈ માણસના ઉપલા હોઠ ઉપર તલ હોય તો ધનનો લાભ થાય, અને પોતાના બોલની બીજા ઉપર અસર પાડે.
- કોઈ માણસના નીચલા હોઠ ઉપર તલ હોય તો તે માણસ ખૂબ કંજૂસ બને. '' - કોઈ માણસના કાન ઉપર તલ હોય તો તે માણસ ઘરેણાનો શોખીન થાય.
- કોઈ માણસને ગળા ઉપર કે ડોક ઉપર તલ હોય તો તે એશો આરામી બને અને સ્ત્રી તરફથી વારસો મળે તથા આવરદા લાંબી થાય.
- કોઈ પુરુષને જમણી છાતી ઉપર તલ હોય તો સ્ત્રી તરફથી ફાયદો થાય. ધારેલી ઈચ્છા પૂર્ણ થાય. - કોઈ માણસને ડાબી છાતી ઉપર તલ હોય તો સ્ત્રી તરફથી થોડો ઘણો ફાયદો.
કનકકૃપા સંગ્રહ
૩૩૪