________________
જણાય તો માણસના મનમાં ચિંતા ઉત્પન્ન થાય તેમજ કોઈ પણ પ્રકારનો રોગ થવાનો ભય ઊભો થાય છે. - જે કોઈ પણ માણસને વારફરતી બેઉ નાડીમાં શ્વાસ ચાલ્યા કરે એવું સતત દોઢ બે
કલાક સુધી ચાલે તો તે માણસને અનેક પ્રકારના લાભ થાય છે. - જે દિવસે રાત અને દિવસ સરખાં હોય તે દિવસને વિવ દિવસ કહેવાય. આ વિષુવ
સમયમાં જો કોઈ માણસની આંખો ફરકે તો તે માણસનું ચોવીસ કલાકમાં જ મૃત્યુ થશે. એમ કહી શકાય. નોધ:
- જો કોઈ માણસની આંખો વાયુવિકાર અથવા અન્ય કોઈ કારણે ફરકે તો તેનો કશો જ અર્થ નથી. પરંતુ જે કુદરતી રીતે જ ફરકે તો તેનું ફળ ઉપર પ્રમાણે જાણવું.
- આપણે જાણીએ છીએ કે દર એક કલાકે નાડી બદલાય છે આ પ્રમાણે પાંચ વખત નાડી બહલાયા પછી જે કોઈ માણસનો શ્વાસોચ્છવાસ મોં દ્વારા ચાલે તો અનેક જાતના અનર્થો અને ખરાબ પરિણામોની શક્યતા ગણાય છે.
- માગશર મહિનાના સુદ પડવાના દિવસે સવારથી શરૂ કરીને પાંચ દિવસ જો એક નાડીમાં શ્વાસ ચાલે તો માણસનું આયુષ્ય અઢાર વર્ષનું જાણવું.
- જો કોઈ માણસને આસો મહિનાના પહેલા પાંચ દિવસ સુધી સળંગ એક જ નાડી ચાલ્યા કરે તો એમ જાણવું જોઈએ કે તે માણસ હવે માત્ર પંદર વર્ષ જ જીવશે.
- જે જેઠ માસના પહેલા દસ દિવસ દરમ્યાન એક નાડી દ્વારા શ્વાસોચ્છવાસ ચાલ્યા કરે તો તે માણસને આવરદા માત્ર નવ જ વર્ષ બાકી રહેલો છે એમ માનવામાં આવે છે.
- - - શ્રાવણ મહિનાની શરૂઆતથી જ જે પહેલા પાંચ દિવસ દરમ્યાન કોઈ પણ માણસની એક જ નાડીમાં શ્વાસ ચાલતો જણાય તો તે માણસ માત્ર બાર જ વર્ષ જીવી શકે છે એ વાત ચોકકસ છે.
- મહા મહિનામાં શરૂઆતના પાંચ દિવસો દરમ્યાન જો કોઈ પણ માણસને એક જ નાડીમાં શ્વાસ ચાલ્યા કરે તો તે માણસ ત્રણ વર્ષથી વધારે જીવી શકશે નહિ એમ ચોક્કસ રીતે માનવામાં આવે છે.
- આ ઉપરાંત પણ નાડી અંગે શાસ્ત્રોમાં ઘણું ગુપ્ત અને અઘરું જ્ઞાન ભરેલું છે. આ નાડી શાસ્ત્રનું પૂરેપુરું જ્ઞાન મેળવવામાં આવે તો તેમાંથી માણસ પોતે અલૌકિક સિદ્ધિ પણ પામી શકે છે. નાડીના જ્ઞાનથી ભાવિનું જ્ઞાન તો થાય છે જ પણ જો પોતાની નાડીઓને કાબુમાં રાખીને જરૂર પડે ત્યારે નાડી બદલાવાની શક્તિ હોય તો માણસ આ જગતમાં જે
કનકકૃપા સંગ્રહ
૩૩૩