________________
વર્ગના માથે મુસીબત આવી પડવાની છે. - જો કોઈ પણ માણસની શ્વાસોશ્વાસની ક્રિયા લગતાર પંદર દિવસ સુધી કુદરતી નિયમ
કરતાં અવળી ચાલે તો તે માણસે એમ માનવું કે તેને કોઈ પણ ભયંકર રોગ થવાનો છે
અને આ ભય નજીકમાં જ આવી રહેલો જાણવો જોઈએ. • શ્વાસોચ્છવાસ માટે ઉપર જે કુદરતી નિયમ બતાવ્યો છે તેના કરતાં જો ઉલટા કમથી લગાતાર બેચાર દિવસ શ્વાસની ક્રિયા ચાલે તો એમ જાણવું કે કોઈ પણ પ્રકારનો
કલેશ, કંકાશ અથવા ખોટી ઉપાધિઓ આવવાની છે. - જે કોઈ પણ માણસ પોતના શ્વાસોચ્છવાસમાં સતત ચોવીસ કલાક સુધી આવું
વિપરીતપણું જુએ તો એમ માનવું કે તેનાથી કોઈ મહાન અનર્થ થવાનો છે. - જો કોઈ પણ વ્યકિત સતત ચોવીસ કલાક પોતાની સૂર્ય નાડીમાં એટલે જમણી
બાજુના નાકમાં શ્વાસની આવ જનો અનુભવ કરે તો એમ જાણવું કે ત્રણ વર્ષમાં તેનું
મૃત્યુ થવાની શક્યતા છે. - જો કોઈ પણ માણસના જમણા નાક દ્વારા સતત ચોવીસ કલાક શ્વાસ ચાલે અને એવું
બે દિવસ સુધી રહે તો એમ જાણવું કે બે વર્ષમાં જ તેનું મૃત્યુ થશે. • જો ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી સતત ચોવીસ કલાક કોઈ પણ વ્યકિતના જમણા નાક મારફતે જ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલે તો એક જ વર્ષમાં તે વ્યક્તિ મરણ પામે તેમાં શંકા નથી. સતત એક માસ સુધી સૂર્યનાડીમાં જ શ્વાસ ચાલ્યા કરે તો તે માણસ ચોવીસ કલાકમાં મરણ પામશે, એમ જાણવું જોઈએ. જો ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી સતત ચોવીસ કલાક કોઈપણ માણસના ડાબા નાક દ્વાર જ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલ્યા કરે તો તેનાથી એમ સમજવું કે તે માણસ કોઈ પણ પ્રકારના રોગનો ભોગ બનવાનો છે. ચંદ્ર નાડી મારફતે સતત એક માસ સુધી ચોવીસેય કલાક શ્વાસ ચાલતો જણાય તો તે માણસનું બધું જ ધન નાશ પામશે એમ માનવું. જો કોઈ પણ માણસને એવો અનુભવ થાય કે તેની ત્રણેય નાડીઓમાં એકી સાથે શ્વાસ અનુભવ થાય કે તેની ત્રણેય નાડીઓમાં એકી સાથે શ્વાસ વહે છે તો આવું જ છે કલાક સુધી ચાલે તો માણસનું તરત જ મૃત્યુ થશે એમ માનવામાં આવે છે. જો કોઈ પણ માણસને તેના ડાબા તથા જમણા બેઉ નાકમાંથી એક સાથે જ શ્વાસોચ્છવાસની ક્રિયા થતી જણાય તો દશ દિવસનું જ તેનું આયુષ્ય ગણાય. જે ડાબી તરફથી ચંદ્ર નાડીમાં કોઈ પણ માણસને સળંગ દસ દિવસ સુધી શ્વાસ ચાલતો
કનકકૃપા સંગ્રહ
૩૩૨