SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ બેસવું જોઈએ. આમ કરવાથી ધાર્યા પ્રમાણે સફળતા મળે છે. જો કોઈ માણસ પાસેથી તમે તમારી ઈચ્છિત વસ્તુ મેળવવા માંગતા હોય તો તે માણસને પણ તમારા જે નાકમાંથી શ્વાસ ચાલતો હોય તે તરફ રાખવો જોઈએ તો તરત જ કાર્ય સફળ થાય છે તેમાં શંકા નથી. જ્યારે પોતાના દુશ્મન અથવા ચોરની સાથે કામ પાર પાડવાનું હોય ત્યારે જે નાકમાંથી શ્વાસ ચાલતો હોય તેનાથી અવળી દિશામાં તે વ્યક્તિને રાખવી જોઈએ.' જો પોતને દુ:ખ આપનાર અથવા ઉપાધિમાં મુકનાર કોઈ વ્યકિતને મેળાપ થાય અથવા પોતાનો લેણદાર મળે તો તેવા સમયે જે બાજુના નાકમાંથી શ્વાસ ચાલતો હોય તેના કરતાં ઉલટી દિશામાં તે વ્યક્તિને રાખવી જોઈએ. કારણ કે એ પ્રમાણે કરવાથી તેઓની શકિત નાશ પામે છે. ડાબી નાડીમાં શ્વાસ ચાલતો હોય તો તે નાડીને અમૃત જેવી અને દરેક કાર્યને સફળ બનાવનારી ગણવામાં આવે છે તેથી તેનું નામ ચંદ્રનાડી છે. - જો શ્વાસ જમણી નાડીમાથી વહેતો હોય તો તેને સૂર્યનાડી કહે છે. આ નાડી માણસના કાર્યને ધ્વંસ કરનારી એટલે કે નાશ કરનારી ગણાય છે. - જે બન્ને નાકમાંથી શ્વાસ વહેતો હોય તો તે સુષમણાનાડી માણસને કાર્યાકાર્યના બંધનોથી મુક્ત કરીને મોક્ષ આપનાર નીવડે છે. -કાર્ય જ્ઞાન: મનુષ્ય એ કાર્યરત પ્રાણી છે. તેને પોતાના જીવનમાં અનેક કાર્યો કરવાનાં હોય છે. તેણે કેવાં કાર્યો ક્યારે કરવાં જોઈએ કે જેથી તેમાં તેને પોતે ધાર્યા પ્રમાણે સફળતા મળી શકે તે જાણવું ખાસ અગત્યનું છે. જે માણસને નાડીનું જ્ઞાન હોય તે માણસ પોતાની નાડીનો વિચાર કરીને તે પ્રમાણે જો કાર્ય કરે તો તેનાથી તે અવશ્ય લાભ પામે તથા તેને પોતાના કાયોમાં પોતાની ધારણા પ્રમાણે ફળ મળી શકે તેમાં શંકા નથી. આથી કોઈ પણ માણસે કયું કામ કઈ નાડીમાં કરવું તે અંગેની સામાન્ય વિગતો અહીં જણાવવામાં આવે છે. - જો માણસ મુસાફરી કરવા ઈચ્છતો હોય અથવા તો કોઈ ગામમાં કે નગરમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તો તે માટે ડાબી નાડી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. - પોતાના સંબંધિઓને મળવું હોય, અથવા કોઈ સુખ શાંતિ માટેના કામ કરવા હોય કે પછી નવા કપડાં પહેરવા હોય તે વખતે પણ ડાબી નાડી સારી ગણાય છે. ખેતરમાં અનાજની વાવણી કરતી વખતે, નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે, નવા કપડાં પહેરતી વખતે અથવા મોટા માણસની મુલાકાત વખતે પણ ડાબી નાડી લેવી તે માણસ માટે લાભદાયક ગણી શકાય. કનકકૃપા સંગ્રહ ૩૨૯
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy