________________
સ્વર શાસ્ત્ર-જીવન: શ્વાસોચ્છવાસ:
દરેક માણસ પશુ અથવા પંખી કે કોઈ પણ જીવજંતુને જીવવા માટે હવા એ મુખ્ય વસ્તુ છે. આપણે બહારની હવાને શરીરમાં લઈ જઈએ અને પાછી શરીરમાંથી બહાર કાઢીએ તે ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય છે. આપણે આ કામ કરવા માટે નાકનો ઉપયોગ કરીએ છીએ. નાક વાટે બહારની હવા શરીરમાં જાય છે અને અંદર તે પોતાનું કામ કરીને પાછી નાક વાચે બહાર આવે છે. જેમ ચાંપ દબાવ્યા પછી કોઈ મશીન તેની જાતે તેનું કામ કર્યા કરે છે. તે જ પ્રમાણે આ શ્વાસોચ્છવાસની ક્રિયા પણ તેની જાતે જ ચાલ્યા કરે છે. આપણે તેમાં કાંઈ જ કરવું પડતું નથી.
આપણે તેમાં કાંઈક જાણીએ છીએ કે હરકોઈ પ્રાણીને બે નસકોરાં હોય છે. એક ડાબી તરફ અને બીજું જમણી તરફ. કોઈ વખત હવા ડાબી તરફના નાકમાંથી આવજા કરે છે તો કોઈ વખત જમણી તરફથી આવ જા કરે છે કોઈ કોઈ વખત તો આ કિયા નાકના બન્ને છિદ્રોમાંથી સાથે જ ચાલતી હોય છે. આ પ્રમાણે શ્વાસને આવ જા કરવા માટે ત્રણ રસ્તા થયા આ ત્રણ માર્ગને નાડી કહેવાય છે. આ નાડીઓના જુદાં જુદાં નામ નક્કી કરવામાં આવ્યા છે.
જ્યારે હવાની આવ જા ડાબી તરફના નસકોરામાંથી ચાલતી હોય ત્યારે તે નાડીને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. વળી જો હવા જમણી તરફથી અંદર અને બહાર આવ જા કરે તો તેને સૂર્ય નાડી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વાર જ્યારે હવા બેઉ તરફના નાકમાંથી અંદર જાય અને બહાર આવે તો તે પ્રકારને સુષુમણા નાડી કહેવામાં આવે છે રીતે જોતાં શ્વાસોચ્છવાસના ત્રણ પ્રકાર થયા.
ઈશ્વરની રચના અલોકિક છે. જગતમાં કશું જ કારણ સિવાય બનતું નથી. અને જે કાંઈ બને છે તેની પાછળ ઊંડું રહસ્ય રહેલું છે. આ જ પ્રમાણે શ્વાસોશ્વાસની આ જાતની રહસ્ય રહેલું. આજ પ્રમાણે શ્વાસોચ્છવાસની ક્રિયામાંથી આપણે ઘણું જાણી શકીએ છીએ. આ ક્રિયા ઉપરથી કોઈ પણ કામની સફળતા અથવા નિષ્ફળતા પણ જાણી શકાય છે. સુખ, દુ:ખ, બિમારી, કાર્યસિદ્ધિ, મૃત્યુ વિગેરે છે. વળી કોઈ કાર્ય કરવું કે ન કરવું અને કરવું ને ક્યારે કરવું આ બાબતોને વિચાર પણ આપણે કરી શકીએ છીએ. આ બધુ જ્ઞાન ઘણું ગહન છે. અને તેને સારી રીતે સમજનાર અવશ્ય સુખી થઈ શકે છે. દિશાજ્ઞાન : - જો કોઈ મોટા માણસ દ્વારા અથવા ગુરુવારા પોતાનું કાર્યસિદ્ધ કરાવવાની ઈચ્છા હોય
તો પોતાનો શ્વાસ જે બાજુના નાકમાંથી ચાલતો હોય તે બાજુ પર તેઓ રહે તે રીતે ૩૨૮
કનકકૃપા સંગ્રહ