________________
• કાગડો ચાંચથી હાડકું તોડે તો મુસાફરના હાડકાં તૂટવાનો ભય રહે. - કાગડો મોંમાં દોરડી રાખી બોલે તો યાત્રા કરનારને સાપ ભય રહે. - કાગડો હોમાં હાડકું રાખી બોલે તો યાત્રા કરનારને રોગ ભય રહે. - કાગડો લાકડું હોંમાં રાખી બોલે તો યાત્રા કરનારને દાઢીવાળા પ્રાણી ભય ઉત્પન્ન
- કાગડો કાંટાદાર વસ્તુ મોંમા રાખી બોલે જો યાત્રા કરનારને ચોરનો ભય રહે. - કાગડો નિસાર વસ્તુ મોંમા રાખી બોલે તો યાત્રા કરનારને હથીયારનો ભય રહે. - કાગડો વાળ મોંમા રાખી બોલે તો યાત્રા કરનારને અગ્નિનો ભય રહે. - કાગડો પાંખ ફફડાવતો ફફડાવતો ઊંચે જોઈ વારંવાર બોલે તો વિન આવે. - કાગડો જંજીર, હાથીનું કરોડરજ્જુ અથવા વેલો લઈને બોલે તો મુસાફરને જેલ થાય. - કાગડો પત્થર ઉપર બેસીને બોલે તો મુસાફરને ભય તથા ક્લેશ થાય. - બે કાગડા એકબીજાને ખવરાવતા હોય તો યાત્રીને સંતોષ થાય. - નરમાદા ભેગા થઈને અવાજ કરે તો યાત્રીને સ્ત્રી લાભ થાય. - સ્ત્રીના માથે ભરેલા ઘડા ઉપર કાગડો બેસે તો સ્ત્રીને ધનનો લાભ થાય. - કાગડો ભરેલા ઘડાને ચાંચ મારે પુત્રને ઉપાધિ થાય. - કાગડો ભરેલા ઘડા ઉપર વિષ્ટા કરો તો અન્નનો લાભ થાય. - કાગડો છાવણી નાખતી વખતે પાંખો ફફડાવતો અવાજ કરે યાત્રીએ બીજા સ્થાનનું
સુચન જાણવું. - કાગડો છાવણી નાખતી વખતે પાંખો ફફડાવ્યા વગર અવાજ કરે તો ભયનું સુચન
જાણવું. - કાગડો સુવર ઉપર બેઠો હોય તો મુસાફરી કરનારને જેલ થાય. - કાગડો કિચડવાળા બે સુવર ઉપર બેસે તો મુસાફરી કરનારે ધનલાભ થાય. - કાગડો ગધેડા કે ઉર્ટ ઉપર બેસે તો મુસાફરી કરનારનું મૃત્યુ થાય. • કાગડો ઘોડા ઉપર બેસીને અવાજ કરે તો સવારી સામી મળે. - સ્થળચર પ્રાણી પાણીમાં કે જળચર પ્રાણી જમીન ઉપર પ્રવેશે તો વર્ષા ઋતુમાં ખૂબ
વરસાદ પડે. પરંતુ બીજી તુમાં ભય જાણવો. - ઘરમાં મધમાખી પુળો જમાવે તો ઘર જલ્દી શુન્ય થઈ જાય. • લીલા રંગની માખી માથા ઉપર બેસે તો મૃત્યુ થાય. - કીડી પોતાના ઈડા પાણીમાં નાખે તો વરસાદ બંધ થઈ જાય.
કાકકૃપા સંસહ
૩૨૭