________________
- જ્યારે કોઈ માણસનો શ્વાસ જમણી નાડીમાંથી ચાલતો હોય ત્યારે તે મંત્રની સાધના
કરવાનો આરંભ કરે અથવા વેપાર રોજગાર કરે તો તેમાં તે પોતે ધાર્યા પ્રમાણેની સફળતા મેળવી શકશે. તા. કોઈ પણ પ્રકારની બીમારી અથવા માંદગીમાં દવાદારૂ કરવા માટે તથા સ્ત્રી સાથે ભોગ વિલાસના સમયે અથવા લડાઈ ઝગડામાં પણ જમણી નાડી શ્રેષ્ઠ માનવામાં આવે છે. - પોતાના ગુરૂ પાસે દીક્ષા લેવી હોય અથવા તો મોટા પુરુષોની કે દેવની સેવા ચાકરી
કરવી હોય કે પછી ભૂતપ્રેતની સાધના કરવી હોય તે આવા સમયે પણ જો માણસ
જમણી નાડી ગ્રહણ કરે તો ધાર્યા કરતાં વધુ સફળતા પ્રાપ્ત કરે. નાડીની લંબાઈ:
માણસ શ્વાસ અંદર ખેચે પછી જ્યારે તે શ્વાસ પાછો બહાર કાઢે ત્યારે પાછી નીકળતી હવા મુક અંતર સુધી દુર જતી હોય છે. આ હવા જેટલે દૂર જાય તેટલી નાડીની લંબાઈ ગણાય. માણસે પોતાના હાથમાં થોડુંક રૂ લેવું પછી રૂ હાથમાં પકડીને તેની સામે પોતે શ્વાસોશ્વાસ કરવો. આમ કરતા જ્યારે નાકમાંથી હવા પાછી નીકળશે ત્યારે રૂ હાલશે. તે પછી રૂ ધીમે ધીમે દૂર ખસેડવું. આમ કરવાથી વધારેમાં વધારે કેટલા અંતરે રૂ હાલે તે જેવું. તે પછી તે અંતરને આંગળઓથી માપવું. આ રીતે નાડીની લંબાઈ નક્કી કરવામાં આવે છે.
કોઈ પણ કામની શરૂઆત કરવા માટે આઠથી બાર આગળની નાડી શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે આટલી લંબાઈની નાડી ચાલતી હોય ત્યારે શ્વાસ લીધા પછી પાછો છોડતાં પહેલા કામની શરૂઆત કરવી અને જે જે કામ માટે જે જે નાડી પર જણાવી છે તે તે નાડી લેવી. આ પ્રમાણે કાળજી રાખવામાં આવે તો માણસને પોતાના કાર્યમાં સફળતા મળે જ તેમાં શંકા નથી.
શ્રેષ્ઠ સમય:
આખો દિવસ દરમ્યાન અને રાત્રીમાં પણ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ જ રહે છે. આમ છતાં ચોવીસેય કલાક શ્વાસ કોઈ એક જ તરફના નાકમાંથી આવ જા કરતો નથી. ઘણીવાર શ્વાસ ડાબા નાકમાંથી ચાલે છે તો ઘણીવાર જમણા નાકમાંથી ચાલે છે. વળી કોઈ વાર બન્ને નાકમાંથી ચાલે છે. આથી કયા સમયે ક્યો શ્વાસ વધુ સારો ગણાય અથવા કઈ નાડી વધુ સારી ગણાય તે જાણવું ખાસ જરૂરી છે. આમ થવાથી માણસ વધુ સારી સફળતા મેળવી શકે છે અને પ્રકારે લાભ પામી શકે છે. આથી હવે આપણી નાડી માટેના સારા સમયોનો વિચાર કરીશું.
કોઈ પણ વ્યક્તિને આખા દિવસ દરમ્યાન અને મુજબ આખા વર્ષ દરમ્યાન નાડી ૩૩૦
કયા સરહ