________________
છે, રાજા બને છે. હથિયાર, ભૂષણ, મણિ, મોતી, સોનું, રૂપું અને રૂપા સિવાયની બીજી ધાતુઓનું હરણ થાય તો ધનની હાનિ અને માનપાનમાં પ્લાનિ થાય, તથા ભયંકર મરણ યોગ્ય ઘણું કષ્ટ થાય. ઉજવળ હાથી ઉપર બેસી જે કોઈ નદીના કાંઠે ચોખાનું ભોજન કરે તે જાતિથી હલકો હોય તો પણ સઘળી ભૂમિને ભોગવે છે. જાતિહીન છતાં ધર્મરૂપી ધનવાળો બને છે. પોતાની સ્ત્રીનું હરણ થાય તો લક્ષ્મીનો નાશ થાય, પોતાની સ્ત્રીનો પરાભવ થાય તો કલેશ થાય, પોતાના ગોત્રની સ્ત્રીઓનું હરણ કે પરાભવ થાય તો ભાઈઓનો વધ અને બન્ધન થાય છે. જે કોઈ પોતાની જમણી ભૂજાએ સફેદ સર્પ વડે ડંશાય તો તે પાંચ રાત્રિમાં એક હજાર સોનામહોર મેળવે છે. જેના પથારી અને જોડાનું સ્વપ્નમાં હરણ થાય તેની સ્ત્રી મરણ પામે છે અને પોતાના શરીરે ઘણી જ પીડા થાય છે. જે કોઈ વ્યકિત સ્વપ્નમાં મનુષ્યના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્ય મેળવે છે, ચરણનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે છે અને ભૂજાનું ભક્ષણ કરે તે પાંચસો સોના મહોર પ્રાપ્ત કરે છે. જે સ્વપ્નમાં આગળિયો, શયા, હિંડોળો, પાદુકા અને મકાનનું ભાંગવું દેખે છે તેની સ્ત્રીનો નાશ થાય છે. સરોવર, સમુદ્ર અને પાણીથી પૂર્ણ સરિતા તથા મિત્રનું મરણ સ્વપ્નમાં જુએ છે તે કોઈ પણ નિમિત્ત વિના વિપુલ ધન મેળવે છે. જે સ્વપ્નમાં અતિશય ધગતું છાણવાળું, ડહોળું અને ઔષધથી મિશ્રિત પાણી પીએ છે તે અવશ્ય ઝાડાના રોગથી મૃત્યુને ભેટે છે. દેવમૂર્તિની યાત્રા, નહવણ, ભેટવું મૂકવું અને પૂજાદિક ભક્તિ કરવી-આ બધું સ્વપ્નમાં જે કરે છે તેને સર્વ તરફથી ઋદ્ધિ, વૃદ્ધિ થાય છે. સ્વપ્નમાં જેના હૃદય રૂપી સરોવરમાં કમળો ઉગે છે તે કોઢના રોગથી ક્ષીણ શરીરવાળો થઈને જલ્દી પરલોકમાં પહોંચી જાય છે. સ્વપ્નમાં જે ઘણું ઘી મેળવે છે તેનો યશ ફેલાય છે. પોતાની નજીક અથવા ખીરની સાથે ઘણું ઘી દેખે તો તે પણ શુભ ફલને દેનારું છે. સ્વપ્નમાં જે હસે છે તેને જલ્દી શોક આવે છે. નાચે છે તેને વધ અને બંધન થાય છે. સ્વપ્નમાં અભ્યાસ કરે છે તેને કલહ થાય છે. સ્વપ્નમાં ગાય, અશ્વ, રાજા, હાથી અને દેવ સિવાયની સઘળી કાળી વસ્તુ દેખાય તે અશુભ છે. રૂ, મીઠું વિગેરે ને છોડી જેટલી સફેદ વસ્તુ દેખાય તે શુભ છે. ગાય વિગેરેને શ્યામ દેખાય તો પણ શુભ છે, રૂ, મીઠું વિગેરે સફેદ દેખાય તો શુભ નથી. જે સ્વપ્ન પોતાને માટે જોયા હોય તે પોતાના માટે શુભાશુભ ફળ દેનારા છે, જે સ્વપ્ન બીજાને માટે જોયા હોય તે બીજાને ફલ દેનારા છે પણ પોતાને તેમાં કંઈ જ નથી. સ્વપ્નમાં જો અશુભ સ્વપ્ન આવે તો જે દેવ-ગુરુની પૂજા કરે છે, તથા શક્તિ અનુસાર તપ કરે છે, તેમજ સતત જે ધર્મમાં રકત છે તેવા પુરુષોના દુ:સ્વપ્ન પણ સુસ્વપ્ન થઈ જાય છે. આગમમાં પણ કહ્યું છે કે :
જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં મોટો ફીરકુંભ, દહીંકુંભ, ધૃતકુંભ કે મધનો કુંભ જુએ છે,
૩૧૦
કનકકૃપા સંગ્રહ