________________
અશુભ હોય તો અશુભ ફળને આપે છે ?
રાત્રિના ચાર પ્રહર છે. રાત્રિના ચોથા ભાગને એક પ્રહોર કહેવાય. આમાંથી રાત્રિના આરંભના પ્રથમ પ્રહરમાં જોએલ સ્વપ્ન બાર માસમાં ફળ આપે છે, બીજા પ્રહરમાં જોએલ સ્વપ્ને છ માસમાં ફલ આપે છે ત્રીજા પ્રહરમાં જોએલ સ્વપ્ન ત્રણ માસમાં ફળ આપે છે, અને ચોથા પ્રહરમાં જોએલ સ્વપ્ન એક માસમાં ફળનારૂં બને છે. રાત્રિની છેલ્લી બે ઘડીમાં આવેલ સ્વપ્ન દશ દિવસમાં ફળે છે. અને સૂર્યોદય સમયે આવેલ સ્વપ્ન તરત ફળનારૂં બને છે. સ્વપ્નઓની માળાની જેમ પરંપરા હોય, દિવસે જોએલ હોય, આધિ અને વ્યાધિથી ઉત્પન્ન થએલ હોય, ઝાડા કે પોશાબની પીડાથી આવેલ, આ બધા સ્વપ્ન નિષ્ફળ જાણવા. તે સ્વપ્નાઓ કંઈ ફળને આપતા નથી.
શુભ સ્વપ્ન આવેલ હોય તો પણ બધાને ઈષ્ટ કાર્ય સિદ્ધ થતું નથી. જે ધર્મને વિશે પ્રેમવાળો હોય, સમધાતુવાળો હોય, સ્થિર ચિત્તવાળો હોય, જિતેન્જિય તથા દયાવાન આત્માને પ્રાય:સ્વપ્ન તેના ઈચ્છિત કાર્યને સાધી આપે છે. અશુભ સ્વપ્ન હોય તો કોઈને કહેવું નહિ. શુભ સ્વપ્ન આવેલ હોય તો, ગુરુ આદિને યોગ્ય આત્માને સંભળાવવું. જો કોઈ યોગ્ય સાંભળનાર ન હોય તો જિનેશ્વરદેવના મંદિરમાં જિનેશ્વર દેવ સન્મુખ ઉભા રહી સ્મરણપૂર્વક કહેવું.
સુંદર ઈષ્ટ સ્વપ્ન જોઈને સૂઈ જવું નહિ. સૂઈ જવાથી તે સ્વપ્નનું ફલ હણાઈ જાય છે. આથી શુભ સ્વપ્ન જોઈને જાગ્યા પછી આખી રાત્રિ શ્રી જિનેશ્વરદેવ તથા ગુરુ અને ધર્મકથા આદિ દ્વારા પસાર કરવી. જેથી એ શુભ સ્વપ્ન યથાર્થ ફળને આપનાર બને છે. અશુભ સ્વપ્ન જોઈને પુન:પણ રાત્રિ હોય તો સૂઈ જવું.અને કોઈને પણ એ સ્વપ્ન જણાવવું નહિ જેથી એ અશુભ સ્વપ્ન ફલને આપતું નથી. પહેલાં અશુભ સ્વપ્ન જોઈ પછી જે શુભ સ્વપ્ન દેખે છે તો તેને પાછળથી આવેલ શુભ સ્વપ્ન ફળદાયક બને છે. પ્રથમ શુભ સ્વપ્ન આવેલ હોય અને પછી અશુભ સ્વપ્ન આવે તે પાછળ આવેલ સ્વપ્ન અશુભ ફલને દેનાર બને છે.
આ પ્રમાણે કયું સ્વપ્ન ફલ દેનાર બને છે અને કયું સ્વપ્ન નિષ્ફળ જાય છે એમ કહ્યું. હવે કયા સ્વપ્નનું શું ફળ આવે તે સાંભળો.
સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, અશ્વ, હાથી, બળદ અને સિંહણ વડે જોડાયેલા રથને વિશે બેઠેલા જે કોઈ પુરુષ પોતે જતો હોય છે તે રાજા બને છે. અશ્વ, ગજ, વાહન, આસન, મહેલ અને રહેઠાણનું અપહરણ થતું દેખે તો રાજા તરફથી શંકા થાય, શોક થાય, ભાઈઓમાં વિરોધ થાય અને ધનની હાનિ કરનારૂં બને. જે કોઈ પુરુષ સૂર્ય અને ચન્દ્રનું સારૂં બિંબ કોળિયો કરી જાય તે દીન હોવા છતાં ધનધાન્યાદિથી ભરપૂર સમુદ્ર સુધીની પૃથ્વીને મેળવે
કનકકૃપા સંગ્રહ
૩૦૯