________________
ઉપાડે છે અને ઉપાડ્યું એમ પોતાનું માને છે. તે તત્ક્ષણ બોધ પામે છે અને તેજ ભવમાં સિદ્ધ થાય છે. યાવત સંસારનો અંત કરે છે. જે સ્ત્રી-પુરુષ સ્વપ્નમાં વિશાળ હિરણ્યરાશિ, રત્નરાશિ, સુવર્ણરાશિ કે વજરાશિ દેખે છે, ઉપાડવાને કઠિન તેને ઉપાડે છે, ઉપાડીને પોતાનું માને છે તે તત્ક્ષણ બોધ પામે છે અને તે જ ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સંસારનો અંત કરે છે. એ જ રીતે લોખંડરાશિ, તરુઅરાશિ, રજતરાશિ, ત્રાંબાને રાશિ તથા સીસાનો રાશિ દેખે છે. તે બીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સંસારનો અંત કરે છે.
સ્વપ્નશાસ્ત્રમાં બેતાલીશ સામાન્ય અને ત્રીશ મહાસ્વપ્ન કહ્યાં છે. કુલ બહોતેર સ્વપ્ન કહ્યાં છે. તેમાં, અરિહંતદેવની માતાઓ, ચકવર્તીની માતાઓ જ્યારે અરિહંત કે ચક્રી ગર્ભમાં આવે ત્યારે ત્રીશ મહાસ્વપ્નમાંથી ચૌદ મહાસ્વપ્ન દેખે છે. વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે વાસુદેવની માતાઓ ચૌદમાંથી કોઈ સાત સ્વપ્ન દેખે છે. રાજવીની માતાઓ રાજવી ગર્ભમાં આવે ત્યારે ચૌદમાંથી કોઈ એક સ્વપ્ન દેખે છે.
તીર્થકરની અપેક્ષાએ ચૌદ સ્વપ્નનું જુદું જુદું ફલ આ પ્રમાણે છે :
(૧) ચાર દાંતવાળો હાથી જોયો એટલે દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારનો ધર્મ કહેનાર. (૨) વૃષભ જોવાથી ભરતક્ષેત્રમાં બોધીબીજ વાવનાર. (૩) સિંહ દેખવાથી મદન આદિ ગજો વડે ભંગાતા ભવ્યવનનું રક્ષણ કરનાર. (૪) લક્ષ્મીદેવી જોવાથી, વાર્ષિકદાન દઈને તીર્થંકરની આઠ પ્રતિહાર્ય આદિ લક્ષ્મીને ભોગવનાર. (૫) પુષ્પની માળા દેખવાથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે ભુવનના લોકોને શિરોધાર્ય થનાર. (૬) ચન્દ્ર જોવાથી, કુવલયને હર્ષ દેનાર. (૭) સૂર્ય દેખવાથી ભામંડલથી ભૂષિત થાય. (૮) ધ્વજ દેખવાથી ધર્મ ધ્વજા ફરકાવનાર, ધર્મ ધ્વજને ધારણ કરનાર. (૯) કલશના દર્શનથી ધર્મ પ્રાસાદના શિખર પર બેસનાર. (૧૦) કમલાકર દેખવાથી સુર સંચારિત સ્વાર્ણકમલ પર પાદકમલને સ્થાપનાર. (૧૧) રત્નાકર દેખવાથી કૈવલ્ય રૂપ રત્નોના સ્થાન રૂપ બને છે. (૧૨) વિમાન જેવાથી વૈમાનિક દેવોને પણ પૂજ્ય થનાર. (૧૩) રત્નનો રાશિ દેખવાથી રત્નના કિલ્લાથી ભૂષિત થનાર. (૧૪) નિર્ધમઅગ્નિના દર્શનથી ભવ્યજીવો રૂપી, સુવર્ણની શુદ્ધિ કરનાર અને ચૌદસ્વપ્નનું સાથે સઘળું ફળ એ છે કે ચૌદ રાજલોકના અગ્રભાગે વસનાર બને છે.
નિત્ય ઉપયોગી ભાવિ ફળાદેશો સંપાદક. પૂનમચંદનાગરલાલ દોશી(શશિપૂનમ) થરાદવાળા-ડીસા(બ.કાં.)
(પૂજય આચાર્યદેવ શ્રી ભુવનશખસૂરિ મ.સા.ના હસ્ત લિખિત નોટ પરથી સાભાર ઉતારો તા.૨૧-૨-૪૭)
કનકકુપા સંગ્રહ
૩૧૧