________________
માનનાર, સરકારી ઓળખાણો અને લાભ મેળવનાર, સારો સ્વભાવ અને મિલનસાર હોય.
બીજ: દયાવાન, ગુણવાન, વિવેકી, વિશાળ દિલ ધરાવનાર, આનંદી, પ્રભાવશાળી, યશ મેળવનાર, મહેનતુ સ્વભાવ ધરાવનાર હોય.
ત્રીજ : શાસ્ત્રોમાં રસ રાખનાર, સરકારી મિત્રો દ્વારા લાભ મેળવનાર, ચતુર, સાધારણ વિલાસી, અભિમાની, સ્વમાનિ, વિરોધ સહન ન કરનાર, અને અમુક સમયે તામસી પ્રકૃતિ ધરાવે.
ચોથ : સાહસિક, નીડર, લોભી, છૂટે હાથે ખર્ચ કરનાર, વાદ વિવાદમાં કુશળ, ચંચળ અને અમુક સમયે વ્યસની હોય.
પાંચમ : મજબુત શરીર ધરાવનાર, મિત્રોથી લાભ મેળવનાર, દયાળુ, ઉદાર, સંગઠન સહકારથી લાભ મળે.
છઠ ચબરાક, બોલે તે લગભગ કરી બતાવે, ભરાવદાર સાથળ વાળો, કીર્તિવાળો, હાજર જવાબી, વ્યાવહારિક.
સાતમ : દેવને માનનાર, મોટી આંખો હોય, શત્રુઓને હંફાવનાર, બીજાની વસ્તુ ધારે તો સહેલાઈથી મેળવી શકે. રાજકારણમાં રસ ધરાવે.
આઠમ : મન ચંચળ હોય, પુત્રથી લાભ મેળવનાર, દયાવાન, સરકારી લાભ સારો ઉઠાવે, સ્ત્રીઓથી લાભ મેળવનાર, પરોપકારી અને નિખાલસ હોય.
નોમ : વિરોધ સહન ન કરનાર, સ્પષ્ટ વકતા, કુટુંબ કરતાં બીજા પ્રત્યે વધુ વ્યવહાર રાખે. નીતિમાં માનનાર.
દશમ: કપાળ મોટું અને ગરદન લાંબી હોય, વિચારો આધુનિક હોય, નવું જાણવાની જીજ્ઞાસા વધુ હોય, નમ્ર, આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે. અગિયારસ : ચોખ્ખ મન હોય, બ્રાહ્મણ અને દેવને વધુ માને, દાનેશ્વર, આનંદી, વ્યવહાર કુશળ, મહેનતુ અને કુદરતથી ડરનાર હોય.
બારસ : આપ બળે આગળ આવે, મોજશોખનો રસ રાખે, વ્યવહારુ હોય, કુનેહબાજ અને સરકારી લાભ સારા પ્રમાણમાં મેળવી શકતો હોય.
તેરસ: ચતુર, મિલનસાર, નીડર, લાંબી ગરદન ધરાવનાર હોય, આકર્ષક મુખવાળો અને ઉચા વિચારો ધરાવે.
ચૌદસ: વિચિત્ર સ્વભાવ, સ્વાર્થી, ચતુર કોધી, એકાંત પ્રિય અમુક સમયે જુદી હાજર જવાબી હોય.
૩૦૨
કનકકુપા સંગ્રહ