________________
કરનાર, ગુણવાન બળવાન, દેવની જ પૂજા કરનાર, બીજાને પ્રભાવિત કરનાર, મિલનસાર, ખુશામતના વિરોધી, સંતાનો પાછળ વિશેષ ખર્ચ કરે, શુભ અને ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ કરે. અભ્યાસમાં અવરોધ આવે. આધુનિક વિચારસરણી, ભાગ્યોદય ૧૭-૧૮-૨૨-૨૫૨૯-૩૦-૩૫-૩૬ વર્ષે.
(૮) જેઠ : ચંચળ, તીવ્ર બુદ્ધિવાળા, મહેનતું, Let goની ભાવના ધરાવનાર, વિરોધ સહન ન કરનાર, અમુક સમયે વ્યસની અને વાચાળ, કાર્યકુશળ દ્રઢ નિર્ણય ધરાવનાર
સ્વતંત્ર નિર્ણયશક્તિ. કુટુંબ પાછળ વધુ ઘસાય. વાંચનના શોખીન. ભાગ્યોદય ૨૧૨૪-૨૬-૨૮-૩ર-૩૬ વર્ષે થાય.
(૯) અષાઢ : રાષ્ટ્રપ્રેમી, ગંભીર, દયાળુ, ધાર્મિક, ખર્ચાળ, મંદ પાચન શકિત ધરાવનાર, અભિમાની, ચંચળ મનવાળા, સારી કુટુંબ ભાવના રાખનાર, નોકરીથી વધુ સુખી, સગાઈ લગ્નમાં વિઘ્ન આવે, માનસિક રીતે શક્તિવાળી, વચલી જીંદગી સંઘર્ષમય. ભાગ્યોદય ૧૮-૨૪-૨૮-૩૦-૩૨ વર્ષે થાય.
(૧૦) શ્રાવણ : આજ્ઞાંકિત, ઉદાર, ધાર્મિક, ક્રાંતિકારી વિચારો ધરાવનાર, પુત્રો અને મિત્રોથી સુખી, પ્રતિભાશાળી, નીડર, સત્યપ્રિય, સ્પષ્ટ કહેનાર, સ્વમાનિ, વ્યવહાર કુશળતા ઓછી હોય. પ્રતિકુળ સંજોગો સહન ના કરી શકે, સંતાનો પાછળ વધુ રસ લેનાર, ભાગ્યોદય : ૧૮-૨૧-૨૪-૨૬-૩૧-૩૨ અને ૩૩ વર્ષે થાય.
(૧૧) ભાદ્રપદ : છૂટે હાથે ખર્ચ કરનાર, સ્ત્રી અને નીતિ નિયમોથી દુ:ખ સહન ના કરી શકે, અમુક સમયે શારીરિક નબળાઈ હોય, એક જ પ્રકારની વિચારસરણી ધરાવે, ઈમાનદારી રાખે તો દુ:ખી હોય, આધ્યાત્મિક વિચારો હોય. હૃદય વિશાળ હોય, સારા મિત્રો ઓછા જ મળે. ભાગ્યોદય : ૧૮-૧૦-૨૧-૨૪-૨૫-૨૭-૨૮-૩૦-૩૧ વર્ષે થાય.
(૧૨) આસો : ચબરાક, વિદ્વાન, ધનવાન, મોભાદાર, જૂઠના વિરોધી, વિચારશીલ, ભાવુક, સાધારણ, જીદ્દી, નિંદાથી દૂર રહેનાર, આપબળે આગળ આવે, પ્રામાણિક વાક્યો બોલનાર, લગ્નબાદ વધુ સુખી, નીડર, સત્તાશોખીન અને ન્યાયી હોય. ભાગ્યોદય ૨૪-૨૭-૩ર વર્ષે.
(૧૩) અધિક માસ (કોઈપણ) : સારુ ચારિત્ર્ય, દીર્ધ દૃષ્ટિ હોય. ધાર્મિક મનોવૃત્તિ ધરાવનાર, મિલનસાર, આગ્રહી, મહેનતુ, વિશાળ દિલ હોય, અનુકરણ શીલ અને પરોપકારી વલણ હોય, મન તીવ્ર સમજશક્તિવાળુ હોય, ભાગ્યોદય ૨૭-૩૬-૪૨ વર્ષે થાય પણ સંઘર્ષ બાદ થાય. તિથિ-વારનું ફળ
એકમ અથવા પડવો : સત્યપ્રિય, વિવેકી, કપડાંની ટાપટીપવાળા, સંયુક્ત કુટુંબમાં કનકકૃપા સંગ્રહ
૩૦૧