________________
જન્મના વાર-તિથિ-માસ પરથી ભાવી જાણો
અહીં જાતક જે માસ, તિથિ કે વારે જન્મ્યો હોય તે પરથી પોતાના સ્વભાવ, વલણ, વૃત્તિ, સંવેદન, ચારિત્ર, ગુણદોષ વગેરે પારખી શકશે. તમે એ મુજબ સ્વપરીક્ષણ કરશો તો આશ્ચર્યજનક રીતે એમ લાગ્યા વિના નહિ રહે કે આ તો મારા વિષે જ લખાયુ છે. ભાગ્યોદયનું વર્ષ મોટે ભાગે ખરાપણાને વાજબી ઠેરવતાં લાગશે.
(૧) કારતક : સારા કામો કરનાર, સુંદર અને આકર્ષક ચહેરો અને સારા કેશ ધરાવનાર, બહુ બોલનાર, વેપારમાં રસ રાખનાર, ઉદાર, પરિશ્રમવાદી, સાહસિક હોય. હંમેશા ઈમાનદાર‘રહીને જીવનાર બને. બીજા પર વર્ચસ્વ ધરાવવાની ઈચ્છા રાખે. ધૂન લાગે તો કાર્ય પૂરું જ કરે. ભાગ્યોદય ૨૭ વર્ષ બાદ થાય.
(૨) માગશર : કળાઓમાં રસ લેનાર, યાત્રાના શોખીન, પરોપકારી, વિલાસી, ચતુર, સાફ દિલ, વિદ્યાભ્યાસમાં વધુ રસ રાખે. બીજાનું કરેલું કામ ગમે નહિ. જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે. નોકરી હોય તો જવાબદાર વધુ બનો. સામાજિક કાર્યોમાં રસ લેનાર, બીજા માટે દુ:ખ સહન કરે, ભાગ્યોદય ૨૪ અને ૨૮ વર્ષે થાય.
(૩) પોષ : બાપનું ધન ઓછું મળે. પૈસા મેળવવામાં તકલીફ પડે. સાધારણ કમજોર શરીર, પરોપકારી. પ્રભાવશાળી, સાધારણ, લોભી, ધર્મ પ્રત્યે રસ દાખવે. સ્વાભિમાની, ચતુર, મા બાપની પાછળ વધુ ઘસારો આપે. શત્રુઓ પર જીત થાય. સામાજીક અને સાંસારિક કાર્યોમાં સફળતા મળે. ભાગ્યોદય ૨૪-૩૧ વર્ષે.
(૪) મહા : ધાર્મિક, શ્રધ્ધાળુ, સારી સોબતના શોખીન, વિચારશીલ, સંગીત પ્રેમી, અમુક સમયે ક્રોધી, આકસ્મિક પૈસા મેળવનાર, કુટુંબ પ્રેમી, કર્તવ્ય પરાયણ, ઉદાર, સ્વાર્થહીન, સંબધમયજીવન અમુક સમયે, ગમે તે ભોગે જીવન જીવનાર. ભાગ્યોદય ૨૭-૩૨-૩૩-૩૮ વર્ષે.
(૫) ફાગણ : ચબરાક, વ્યવહાર કુશળ, દયાવાન, બળવાન, કુશળ, જીદ્દી, માણસ પારખું, આત્મવિશ્વાસી, હિંમતવાન. અને ભાવનાશીલ હોય, ખાસ કરીને લગ્ન બાદ જ ભાગ્યોદય થાય. ભાગ્યોદય ૨૨-૨૫-૨૬-૨૮-૩૩ વર્ષે.
(૬) ચૈત્ર : ખાવાના શોખીન, સારા વિચારો ધરાવનારા, નમ્ર, સારા કાર્યો કરવાવાળા, ઈમાનદાર, સ્પષ્ટવકતા, ચોખ્ખા દિલવાળા, નીડરતાથી કામ કરનાર, કલા અને વિજ્ઞાનમાં રસ રાખનાર, કુટુંબથી સુખી મિલનસાર, મિઠાઈ વધારે ખાય. બેદરકારીથી નોકરી ધંધામાં પ્રતિકૂળતા ઊભી કરે, મિત્રોથી લાભ મળે. ભાગ્યોદય ૨૦-૨૪-૨૬-૨૮૩૧ વષૅ થાય.
(૭) વૈશાખ : વારંવાર પાણી પીનાર, ભાઈથી સુખી, પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે
કનકકૃપા સંગ્રહ
૩૦૦