________________
(૧૮) નાગ, પૃષ્ઠભૂમિ:- જે ભૂમિ દક્ષિણ અને ઉત્તરમાં ઉચી હોય, વચમાં નીચી હોય ખાડો હોય તે ભૂમિ નાગભૂમિ ગણાય. જેમાં વાસ કરનાર માટે ઘણું જ અશુભ ફળ ભોગવવું પડે છે. ' (૧૯) સફેદ ભૂમિને બ્રાહ્મણભૂમિ કહેવાય છે. જે બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ બાલવૃક્ષને શ્રત્રિય ભૂમિ-ક્ષત્રિયો માટે શ્રેષ્ઠ પીળાકલરની ભૂમિ વૈશ્ય ભૂમિ વૈશ્ય-ખેડૂત અને વ્યાપારી માટે શ્રેષ્ઠ તથા કાળી ભૂમિ શુદ્રો માટે ઉત્તમ માનેલ છે. બ્રાહ્મણો માટે સર્વભૂમિ શ્રેષ્ઠ, ક્ષત્રિયને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ભૂમિ શ્રેષ્ઠ-વૈશ્ય માટે પ્રથમની ત્રણે ભૂમિ શ્રેષ્ઠ.
(૨૦) જે ભૂમિમાં મકાન બનાવવું હોય તે ભૂમિમાં એક હાથ સમ ચોરસ ખાડો ખોદવો-પછી-નીકળેલ માટી અંદર ભરતાં વધતો ઉત્તમ, બરાબર થાય તો મધ્યમ, અને ઘટેતો અધમ ભૂમિ સમજવી.
(૨૧) એક હાથનો સમચોરસ ખાડો ખોદી તેમાં પૂર્ણ પાણીથી ભરવો પછી સો પગલાં આગળ જઈ પાછા આવવું જો એક આંગળ પાણી ઓછું થાય તો ઉત્તમ ભૂમિ બે આગળ પાણી ઓછું હોય તો મધ્યમ અને ત્રણ આંગળ પાણી ઓછું થાય તો અધમ અને અડધો ખાડો થઈ જાય તો અતિ મહાઅશુભ ભૂમિ સમજવી જેમાં ઘર બનાવવું નહીં.
ભૂમિ શુદ્ધિ ભૂમિમાં-કોલસા-હાડકા, હાડપીંજર સર્પ ભૂત પ્રેતાદિ વાસ હોય તો તે ભૂમિને વિદ્વાન દ્વારા પરિક્ષા કરી શિલ્પ નિવારણ કરી ભૂમિશુદ્ધિ અને નાગ, કર્મ, ભૂમિ દેવોને તુમ કરી મકાન બનાવવું ગૃહારંભ વખતે વાસુદેવોનું અવશ્ય પૂજન કરવું તથા દિકપાલોને બલીદાન આપવાથી ભૂમિના સર્વ પ્રકારના દોષોનો નાશ થાય છે.
પાયો ખોદતાં શુકન :--શુભ મકાનનો પાયો ખોદતાં ભૂમિની અંદરથી પથ્થર, ઈટ, લાકડું-ધન-ચાંદી તાંબુસફેદસર્પ, કળશ, દેવ પ્રતિમા લોખંડ-મીઠું વસ્ત્ર શીંગડુ, હાથીદાંત, કંકુ નીકળે તો અતિ શુભ શુકન ગણાય મકાન બનાવનારની સર્વ પ્રકારે ઉન્નતિ થાય.
પાયો ખોદતાં અશુભ શુકન પાયો ખોદતાં હાડકા, ખોપરી, વાળ, સોનું, રાખ, કાળોસાપ, નાળીયેરની કાચલી, ચામડુ ખંડીતમૂર્તિ કેરીની ગોટલી, કોલસો, પ્રાણીના નખ આ વસ્તુઓ નીકળેતો મકાન બનાવનાર માટે શુભ નથી તેમ સમજવું.
જે ભૂમિ ઉપર જવાથી મનને તૃપ્તિ શાન્તિ મળે, આંખને ઠંડક અને આત્મા પ્રસન્ન થાય તે ભૂમિમાં મકાન બનાવવું અથવા ખરીદવું ઉત્તમ તેમ ગર્ગ આદિ મહાન રષિઓએ કહેલ છે.
કનકકુપા સંગ્રહ
૨૯૯