________________
મંદિરની સામે તથા વિષ્ણુ મંદિરની સાઈડમાં તથા દેવીના મંદિરને અડીને મકાન ન લેવું કે ન બનાવવું પરંતુ જે મંદિરની ઉંચાઈ થી ૪ ગણી જગ્યા છોડી મકાન બનાવવામાં કે લેવામાં દોષ નથી અથવા મંદિરની ધજા પડતી હોય પરંતુ વચમાં રાજમાર્ગ હોય તો દોષ લાગતો નથી.
(૬) જ્યાં ગીધ પક્ષીઓ રહેતા હોય ત્યાં મકાન ન બનાવવું રહેનારનો નાશ થાય છે. ધનનો વિનાશ થાય.
(૭) જે ભૂમિમાં કોઈની હત્યા થઈ હોય, જે ભૂમિમાં બાળકોને દાઢ્યા હોય ત્યાં તે ભૂમિ આસપાસ મકાન બનાવવાથી દુઃખ-શોક અને મૃત્યુ થાય છે.
(૮) જે ભૂમિ ઉપર સાંજે કાગડો આવીને ચાંચ મારતો હોય તે ભૂમિ ઉપર વાસ કરવાથી અઢળક ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
(૯) જે ભૂમિ ઉપર મોર આવી પગથી જમીન ખોદે તે ભૂમિમાં મકાન બનાવવાથી ઘરમાં સોના-ચાંદીની વૃદ્ધિ અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.
(૧૦) જ્યાં હંમેશા કબુતરો અને કાગડાઓનો વાસ હોય ત્યાં મકાન બનાવી રહેવાથી હંમેશા રોગ-શોક અને ભય તથા મૃત્યુ થાય છે.
(૧૧) જમીન ગોળાકાર અથવા ત્રીકોણ હોય તો તે ભૂમિ અશુભ ગણાય. ધનહાનિ અને અશાન્તિકારક.
(૧૨) સમચોરસ ભૂમિ ધન-ભાગ્ય સુખ વૈભવ વૃદ્ધિ કારક છે.
(૧૩) ઉપર દક્ષિણમાં લંબાઈ વાળી ભૂમિ ઉત્તમ અને સર્વ પ્રકારે સુખની વૃદ્ધિકર્તા ગણાય છે.
(૧૪) અર્ધચંદ્રાકાર અને લંબાઈ વધારે પહોળાઈ ઓછી ભૂમિમાં મકાન બનાવવું
નહી.
(૧૫) ગજ પૃષ્ઠભૂમિ :- જે જમીન-દક્ષિણ પશ્ચિમ-નૈઋત્ય અને વાયવ્ય તરફ ઉચી જમીનને ગજ પૃષ્ઠ ભૂમિ કહેવાય છે.
(૧૬) કર્મ પૃષ્ઠભૂમિ:- જે જમીન કાચબા જેવી એટલે વચ્ચેથી ટેકરા જેવી અને ચારે બાજુ નીચી હોય તે ભૂમિમાં મકાન બનાવવાથી નિત્ય-ઉત્સાહ ધન ધાન્યની વૃદ્ધિ, સંતાન, ભાગ્યની વૃદ્ધિ તથા યશમાન ધર્મ કર્મોની વૃદ્ધિ ગણાય છે.
(૧૭) અસૂર પૃષ્ઠભૂમિ :- જે ભૂમિ ઈશાન પૂર્વ અને અગ્નિ ખૂણામાં ઉચી હોય અને પશ્ચિમમાં ઢળતી નીચી હોય તેને આસુરી ભૂમિ જેમાં વાસ કરનાર ને ઘરમાં કલેશકંકાશ-ધનહાની અને દુ:ખની વૃદ્ધિ થાય.
૨૯૮
કનકકુપા રહ