SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર જપ માટે જુદી જુદી બાળાઓ વશીકરણ અને પુષ્ટિકારક મંત્ર માટે મણિ-મુક્તા-હીરાના મણકાની માળા, મોહન મંત્ર માટે તુલસી, પીપળો ને વડના મણકાની માળા, આકર્ષણ મંત્ર માટે હાથીદાંતના મણકાની માળા, વિવેષણ માંત્ર માટે ઊંટના દાંતનાંને મનુષ્યના વાળના મણકાની માળા, ઉચ્ચાટનમાં ઘોડાના દાંતના અથવા રણક્ષેત્રમાં મરણ ન થયું હોય તેવા માણસના દાંતના મણકાની માળા અથવા ગઘેડાના દાંતના મણકાની માળા, મારણ મંત્રમાં સિંહના દાંતના મણકા કે રીંછના દાંતના મણકાની માળા, મનોકામના સિદ્ધ મંત્રમાં શંખ અને મણિના મણકાની માળા, સ્વરક્ષા મંત્ર માટે રૂદ્રાક્ષના કે કમળ કાકડીના મણકાની માળા, અને વિદ્યા પ્રાપ્તિના મંત્ર માટે મોતી અને રૂદ્રાક્ષના સંયુક્ત મણકાની માળા ઉપયોગ લેવાય છે. માળાના દોકેવા જોઈએ શાંતિ અને પુષ્ટિ કર્મમાં કમળના સુતરની દોરીમાં ૨૭ મણકા પરોવી માળા બનાવાય છે. વશીકરણ મંત્ર માટે ઘોડાના વાળમાં ૧૫ મણકા પરોવીને માળા બનાવાય છે. મોહન મંત્ર માટે કપાસના સુતરની દોરીમાં ૧૦૮ મણકા પરોવી માળા બનાવાય છે. ઉચ્ચાટન મંત્ર માટે ગધેડાના વાળમાં ૨૭ મણકા પરોવી માળા બનાવાય છે. મારણ મંત્ર માટે ઊંટના વાળમાં ૧૦૦ મણકા પરોવી માળા બનાવાય છે. મંત્ર જાપ માટે દિશાઓ - દિશાઓનું મહત્ત્વ! મંત્ર કરવા માટે દિશાઓનું જ્ઞાન પણ જરૂરી છે. વશીકરણ મંત્ર પૂર્વ દિશા તરફ મોં રાખીને ભણાય. મોહન મંત્ર ઈશાન કોણ તરફ મોં રાખીને ભણાય. મારણ મંત્ર દક્ષિણ દિશા તરફ મોં રાખીને ભણાય. વિદ્વેષણ મંત્ર આગ્નેય કોણ તરફ મોં રાખીને ભણાય. ઉચ્ચાટન મંત્ર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ભણાય. અને આકર્ષણ મંત્ર ઉત્તર દિશા તરફ મોં રાખી ભણાવાય છે. મંત્રફળ મંત્ર ક્યારે ફળ આપે? કેટલાક મંત્રો એવા છે કે તુરત જ ફળ આપે છે. આકર્ષણ મંત્રનું ફળ ૪૧ દિવસે મળે છે. વશીકરણ મંત્રનું ફળ ૨૭ દિવસે મળે છે. મારણ મંત્રનું ૬૧ દિવસમાં જણાય છે. મોહન મંત્ર ૩૧ દિવસમાં ફળદાયી બને છે. ઉચ્ચાટન મંત્ર૪૧ દિવસમાં ફળ આપે કનકથા સંગ્રહ ૨૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy