________________
વિશ્લેષણ મંત્રનું ફળ ૫૧ દિવસમાં મળે છે.
મંત્ર શુદ્ધ ઉચ્ચાર અને એકાગ્રતાથી ભણવામાં આવે, આહાર અને આચાર વિચાર પવિત્ર મન રાખવામાં આવે તો કાર્ય સિદ્ધ અવશ્ય થાય છે.
સાધકે મંત્ર સિદ્ધ કરવા હોય તો આચાર વિચાર પવિત્ર રાખવા જોઈએ, આહાર' વિહાર સાત્ત્વિક હોવા જોઈએ. બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને સત્ય બોલવું જોઈએ. તન અને મનની શુદ્ધિ ન હોય તો સાધક ગમે તેટલા મંત્રજપ કરે તો પણ તેને મંત્રસિદ્ધિ મળતી નથી. મંત્રને આધિન દેવ છે એ ભૂલવું નહિ.
ઘર બનાવવા પ્રથમ ભૂમિ પરિક્ષા
| (શિલ્પ શાસ-લેખાંક-૧) રજુઆત-શાત્રી રઘુનાથ સી દવે જ્યોતિષાચાર્ય = શિલ્પવેતા
ઘર-મકાન રાજભુવન આદિ નીર્માણ અંગે શિલ્પ શાસ્ત્રમાં અનેક નિયમો છે. શિલ્પ શાસ્ત્ર મુજબ બનાવેલ મકાન વાસ કરવાથી સર્વપ્રકાર સુખો, વૈભવો, ધન, ભાગ્યથી ઘરપૂર્ણ રહે છે. ઘરમાં શાન્તિ, આનંદ ઉલ્લાસ રહે છે. શિલ્પ શાસ્ત્ર મુજબ ઘર બનાવવામાં આવેતો દેવોનો વાસ થાય છે. ભૂતપ્રેતાદિ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. મકાન બનાવતાં પહેલાં પ્રથમ (૧) ભૂમિ પરીક્ષા (૨) ભૂમિશુદ્ધિ (૩) મુહૂર્ત શુદ્ધિ (૪) મકાન બનાવતાં જમીન અને બાંધકામનાં ક્ષેત્રફળ મુજબ આય, નક્ષત્ર વિચાર (૫) શિલ્પ દ્રષ્ટિએ વારંવેધ, કોણવેધ, તલવેઘ, ખંભવેધવૃષ. જલવેધ, આદિનો વિચાર શિલ્પ જાણકાર દ્વારા કરવો. (૬) મકાન તૈયાર થાય એટલે પ્રવેશ મુહૂર્ત-વાસુદેવોની તૃપ્તિ માટે વાસ્તુ પૂજન કરાવવું આજકાલ વાસુવિધાન ઘણા ઓછા કરે છે. ગ્રહવાસ્તુ માટે ૬૪ વાસ્તુદેવોનું સ્થાપન પૂજન કરવાથી ભૂમિ શિલ્પ આદિ અને દોષોનું શમન થાય છે. | મકાન બનાવવા ભૂમિ-માટી-રંગ-ગંધ
(૧) જે ભૂમિમાં મકાન બનાવવું હોય તે ભૂમિમાં એક હાથ નીચેથી ખોદીને જોવી. જો માટીમાં અબરખના કણ ચમકતા હોય તો તે ભૂમિ અગ્નિ ભય ઉત્પન્ન કરે છે. તથા રહેવાવાળા માટે પરિતાપ ઉત્પન્ન કરે છે.
(૨) જે ભૂમિની અંદર સોના જેવા કણ દેખાય ચમકે તે ભૂમિમાં મકાન બનાવવાથી ધનની હાની થાય છે.
(૩) જે ભૂમિની રેતમાં સીંદૂરના કણ જોવા મળે તે ભૂમિ પર મકાન બનાવવાથી યશમાન, કીર્તનો નાશ. (૪) જે ભૂમિ પર તાંબાના કણ દેખાય તે ભૂમિ ઉપર મકાન બનાવવાથી ધન,
કનકકૃપા સંગ્રહ
૨૯૬