________________
ફળસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
મારણ મંત્ર-આ મંત્રપ્રયોગ હાનિકારક છે. તે બીજાને નુકશાન કરે છે માટે સમજુએ તેનો પ્રયોગ કરવા તત્પર થવું નહિ. જીવન-મરણની ચાવી કર્મને હાથ છે.
ઉચ્ચાટન મંત્ર:- આ મંત્રના પ્રયોગથી અન્યના મનમાં ઉચ્ચાટ થાય છે. પ્રેમ હોય તો પ્રેમસંબંધ તૂટી જાય છે, સારા સંબંધો તૂટી જાય છે. ઉચ્ચાટન મંત્રથી બે પ્રેમીઓનું અલગ થવું પ્રતીત થાય છે.
મોહન મંત્ર : આ મંત્રથી બીજા માણસ ઉપર મોહ ઉપજાવી તેને પોતાનો આશ્રિત-પોતાના ઉપર મોહ કરતો કરી શકાય છે.
સ્તંભન મંત્ર: આ મંત્ર ઉપરના મંત્રનો અંતર્ગત છે. આથી પ્રેમ અચળ થઈ જાય છે. કોઈ પણ બાબતને સ્થંભાવી દેવા માટે આ મંત્રના જાપ જપવામાં આવે છે.
વિશ્લેષણ મંત્ર: આ મંત્રના જાપથી બે માણસમાં વિરોધ ખટરાગ ઊભો થાય છે.
દ્વાવણ મંત્ર: આ મંત્ર ઉપરના મંત્રનો અંતર્ગત છે. આના જાપથી સ્ત્રીઓનું રજ સ્થિર કરાય છે.
આકર્ષણ મંત્ર : આ મંત્રથી દૂર વસતા મનુષ્યને પોતાની પાસે લાવીને તેની પાસેથી ઈચ્છા મુજબનું કાર્ય કરાવી શકાય છે.
તંત્ર: કેવળ ભોજપત્ર વગેરે પર તંત્ર લખાય છે. તંત્રોમાં કલ્પિત પૂતળું મનુષાકારનું બનાવી પ્રયોગમાં લેવાય છે. આમ ક્રિયા દ્વારા કલ્પિત આકૃતિ વડે ફળ પ્રાપ્ત કરાય છે. કેટલાકની એવી માન્યતા છે કે ભૂત-પ્રેતોને વશ કરવા તે તંત્ર. છે. ખરી રીતે જોતાં તો જેનો પ્રયોગ આકૃતિ વિધાનથી કરવામાં આવે તેને તંત્ર કહે છે.
યંત્ર: આ શબ્દનો અર્થ કળ કે મશીન થાય. આજ સુધીમાં દેશ-પરદેશમાં અનેક પ્રકારના યંત્રોની શોધ થઈ છે અને જેનો ઉપયોગ જગતમાં છૂટથી થઈ રહ્યો છે. ભૂવાઓની જે વિદ્યા હતી તે યુનાનીઓના હાથમાં જઈને વિકસી, પછીથી તેઓએ કોઈ વસ્તુ ઉપર મંત્રના સૂત્રને બદલીને ફારસીમાં લખી નાખ્યું અને તેનું નામ મંત્ર રાખી દીધું તેઓએ મંત્રોને હજરત.ના નામે પ્રસિદ્ધ કર્યા. ફારસીમાં યંત્ર શબ્દ શુદ્ધ લખાતો નથી માટે યંત્રને બદલે જંત્ર લખે છે. પ્રાચીનકાળમાં ભારતીય યંત્ર ભોજપત્ર પર કંકુથી લખાતા હતા ભોજપત્રના પત્ર શબ્દનું ધીમે ધીમે યંત્ર નામ પડી ગયું.
જેમ મંત્રો જુદી જુદી જાતના છે તેમ મંત્રને જપવાની માળાઓ પણ જુદી જુદી જાતની છે, તેના પ્રકાર હવે જાઈએ :
૨૯૪
કનકકથા સંગ્રહ